સમીર બલોચ/અરવલ્લી: ભિલોડાના નવા ભવનાથમાં ખેતરમાં મોટર ચાલુ કરવા જતા ત્રણ યુવકોને કરંટ લાગતા એકનું મોત થયું હતું. જ્યારે અન્ય બે સગા ભાઇને પણ કરંટ લાગ્યો હતો, પરંતુ તે બંન્ને ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વીજ કરંટ લાગતા 25 વર્ષીય દેવેન્દ્ર પરમાર નામના યુવકનું મોત થતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.