Gujarat Police : ગુજરાત કૌભાંડનું નગર બની ગયું છે. સતત વધી રહેલા પેપરકાંડ બાદ હવે નોકરીકાંડ સામે આવ્યું છે. પોલીસ ભરતી નોકરી કૌભાંડ અંગે યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પોલીસ ભરતીમાં નોકરી કૌભાંડનો સ્ફોટક ખુલાસો કર્યો છે. પીએસઆઇની 16 માર્ચ, 2021 ની ભરતીમાં કૌભાંડ થયું હતું. 1382 જગ્યા માટે ભરતી થઇ હતી. ત્યારે આ ભરતીમાં ૧૦ લોકો ખોટી રીતે લાગ્યા હોવાનો યુવરાજ સિંહે આક્ષેપ લગાવ્યો છે. પોલીસ અધિકારી અને બીરસામુંડા ભવનના એક કર્મચારી થકી ખોટી રીતે યુવાન નોકરીએ લાગ્યો હતો. ત્યારે આ તપાસનો રેલો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરાઈ તાલીમ એકેડેમીમાં બોગસ પીએસઆઇની તાલીમનો મામલો સામે આવ્યો છે. જે મામલે હવે ગૃહ વિભાગ મોટો ખુલાસો કરી શકે છે. ગૃહ વિભાગ દ્વારા છેલ્લા 9 દિવસથી આ મામલે તપાસ ચાલી રહી છે. છેલ્લા 9 દિવસથી રાજ્યના ગૃહ વિભાગને એક શંકાસ્પદ વ્યક્તિ ખોટી રીતે તાલીમ લઈ રહ્યો છે તેની જાણકારી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના પોલીસ વડાને નવ દિવસ પહેલા સમગ્ર કેસની તપાસ સોંપાઈ હતી. ગૃહ વિભાગ દ્વારા સમગ્ર ષડયંત્રમાં કેટલા લોકો સામેલ છે તે જાણવા માટે ગુપ્ત રાખી સમગ્ર તપાસ કરવામાં આવી રહી હતી. જોકે તપાસ દરમિયાન માહિતી લીક થઈ ગઈ છે. ત્યારે હવે ગૃહ વિભાગમાં પણ હડકંપ મચી ગયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ માહિતી લીક કરનાર સામે પણ તપાસ શરૂ કરાઈ છે. ગૃહ વિભાગ દ્વારા આગામી એક-બે દિવસમાં સમગ્ર કેસ સંદર્ભે મોટો ખુલાસો કરાશે. માહિતી લીક કરનાર ગૃહ વિભાગના કર્મચારી અધિકારી સામે પણ પગલાં ભરવામા આવશે. 


આ પણ વાંચો : 


ઉજ્જૈનના મહાકાલ મંદિર પાસે ગુજરાત પાસિંગની કારમાં મળ્યો મૃતદેહ, આખરે કોણ છે એ?


વિકસિત ગુજરાતમાં ગરીબોને બે ટંક અનાજનાં પણ ફાંફા, ગુજરાતમાં વિકાસની સાથે ગરીબી વધી


ભરતી કૌભાંડ
ગુજરાત પોલીસ એકેડમીમાં પીએસઆઈ ભરતીનો ફણગો ફૂટ્યો છે. અમદાવાદના ધારા જોશીનો મામલો તાજો જ છે. ત્યાં વડોદરાના ડભોઈનો યુવાન પ્રિલીમરી પરીક્ષા અને ફિઝીકલ ટેસ્ટ વગર કરાઈ પોલીસ એકેડમીમાં પહોંચી ગયો. એટલુ જ નહિ, તે છેલ્લાં એક મહિનાથી ટ્રેનિંગ લઈ રહ્યો છે. આ ખુલાસો યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. ડભોઈના મયુર તડવી નામના યુવકનું નામ પ્રિલીમરી કે મુખ્ય પરીક્ષામાં પણ નથી, તો તે કેવી રીતે ટ્રેનિગ સેન્ટર સુધી પહોંચ્યો. મયુર તડવી એક મહિનાથી ટ્રેનિંગ સેન્ટરમાં પીએસઆઈની ટ્રેનિંગ લઈ રહ્યો છે. યુવરાજસિંહ જાડેજાએ 40 લાખની લાંચ લેવાનો આક્ષેપ કર્યો છે. 


તો આ કૌભાંડની તપાસ માટે અમે મયુર તડવીના ઘરે પહોચ્યા હતા. જેમાં જાણવામળ્યું કે, PSI મયુર તડવીનું ડભોઇ પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન નથી થયું. 2021ની સાલમાં ખાનગી નોકરી માટે મયુર તડવીએ ચાલ ચલકતનો દાખલો લીધો હતો. મયુર તડવી ડભોઇના ધર્માપુરા ગામે રહે છે. ગઈકાલે રાત્રથી જ મયુર તડવીના ઘરે તાળું છે. 


યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ત્યારે ફરી એકવાર ગુજરાત પોલીસની છબી ખરડાઈ છે. કરાઈ પોલીસ એકેડમીમાં પીએસઆઈ જેવી ઉપલી કેડરમાં પણ ભરતી કૌભાંડ ચાલી રહ્યું છે.


આ પણ વાંચો : 


6 ફૂટ લાંબો સળિયો શ્રમિકના શરીરના આરપાર નીકળ્યો, કટરથી કાપીને બચાવી લેવાયો જીવ 


વલસાડની ફાર્મા કંપનીમાં મોડી રાતે બ્લાસ્ટ, ત્રણ કામદારોના મોત