ભાવનગર: દુનિયામાં પ્લાસ્ટિકના ઉપયોગ બાદ તેના નિકાલથી પર્યાવરણ તેમજ પ્રકૃતિને ખુબ મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ભાવગનરના યુવાઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ યુવા મંડળ બનાવવામાં આવ્યું છે. આ મંડળ દ્વારા પર્યાવરણ અને પ્રકૃતિને અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ ભાવનગરનું આ યુવા મંડળ નેશનલ કક્ષાએ પહોંચ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાઈડ ટર્નર પ્લાસ્ટિક ચેલેન્જ સ્પર્ધાનું આયોજન
તાજેતરમાં જ યુએનઈપી, એમઓઇપીસીસી, ડબ્લ્યુડબ્લ્યુઇએફ, સીઇઇ જેવી સંસ્થાઓ દ્વારા ટાઈડ ટર્નર પ્લાસ્ટિક ચેલેન્જ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જયદીપ જાની અને માનસી ઠાકરે ભાગ લીધો હતો અને ટોપ 50 માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ચેલેન્જનો સબજેક્ટ પ્લાસ્ટિક પ્રદૂષણ કઈ રીતે નિયંત્રણ કરી શકાય તે હતો. 2021 માં નેશન યુથ સમિટમાં આ બંને યુવાઓના કામની બ્રિટિશ હાઈ કમિશનના કાઉન્સિલર, પર્યાવરણ શિક્ષણ સલાહકાર દ્વારા કરવામાં આવી હતી. 


આ પણ વાંચો:- રાજકોટ: જામકંડોરણાના ગામોએ લોકો સમક્ષ ઉદાહરણ પૂરું પાડ્યું, રસીના બંને ડોઝ લેવા સાથે જિલ્લામાં અગ્રસર


5 હજારથી વધુ ટુરિસ્ટની મુલાકાત
મહુવાના બિચ પર જ્યાં અઠવાડિયામાં 5 હજારથી વધુ ટુરિસ્ટ આવે છે. ત્યાં આ યુવાઓ છેલ્લા 34 અઠવાડિયાથી દર રવિવારે બિચ પર ફેંકવામાં આવેલા પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરે છે. આ યુવાઓ દ્વારા કચરાપેટી, પ્લાસ્ટિક અંકુશ માટે જાગૃતિ અભિયાન લાવવા બેનરો પણ લગાવવામાં આવ્યા છે. પર્યાવરણ સંરક્ષણ યુવા મંડળમાં 100 જેટલા યુવાઓ કાર્યરત છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube