મયુર સાંધી/સુરેન્દ્રનગર :ધ્રાંગધ્રા (Dhrangadhra) શહેરનો એક યુવક અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) સાથે થયેલ વાતચીતનો એક ઓડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral Audio) થયો છે. જેમાં બિનસચિવાલયની પરીક્ષા રદ થવાથી ગુસ્સે ભરાયેલો યુવક છેલ્લા 10 દિવસથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરી રહ્યો છે. આ યુવક તોછડી ભાષામાં વાત કરી નાયબ મુખ્યમંત્રીને હેરાન કરે છે. ફોન કરનારા યુવકે પોતાનું નામ યોગેશ ઘેલાણી આપ્યુ હતું, અન તે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ફોન કરનાર યુવક નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે તોછડી ભાષામાં વાત કરતો હોવાનું સ્પષ્ટ સંભળાય છે. તે સતત 10 દિવસથી નાયબ મુખ્યમંત્રીને ફોન કરતો હતો. ત્યારે હવે આ ઓડિયો ક્લિપ લોકોની સામે આવી છે. આ યુવક રોજ ફોન કરીને વારંવાર બિનસચિવાલય મુદ્દે તેમની સાથે વાત કરતો હોવાનું સામે આવ્યું છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :