પ્રેમલ ત્રિવેદી/પાટણ :સાંતલપુર તાલુકામાં યુવકે પોલીસની ખોટી ઓળખ આપી ગાડીમાં કિશોરીનું અપહરણ કર્યું હતું. બાદમાં કેનાલ નજીક લઈ જઈ ધાક ધમકીઓ આપી ગાડીમાં જ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચારી નરાધમ ફરાર થઈ ગયો હતો. જે અંગે સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી પાડી જેલ ના સળિયા પાછળ ધકેલી દીધા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંતલપુર તાલુકાના બકુત્રા ગામના મિત ઉર્ફે જીવણભાઈ આહીર નામના યુવકે બાબરા ગામે રહેતી એક કિશોરીને ફોન કરી પોતે પોલીસ કોન્સ્ટેબલની ઓળખ આપી હતી. કિશોરી સાથે વાતચીત કરી અને બાદમાં યુવકે ગાડી લઇ કિશોરીના ઘરે જઈ કિશોરી અને તેના પરિવારના સભ્યોને ગાડીમાં બેસાડ્યા હતા. પછી અન્ય એક વ્યક્તિ સાથે વાતચીત કરવાનું કહી ગાડી લઇ પાટણકા ગામ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલ પર ગાડી લઇ ગયો હતો. બાદમાં યુવકે ગાડીમાંથી પરિવારના અન્ય સભ્યોને ઉતારી દીધા હતા. માત્ર કિશોરીને ગાડીમાં બેસાડીને તેનુ અપહરણ કર્યુ હતું. 


આ પણ વાંચો : સસરા વહુના સૂકવેલા કપડા સૂંઘ્યા કરતા, તક મળે તો વહુને સ્પર્શી લેતા... કંટાળેલી વહુએ કરી ફરિયાદ


નરાધમ યુવક કિશોરીને એક કિલોમીટર દૂર લઈ ગયો હતો. ગાડી લઇ જઈને ગાડીમાં જ કિશોરી સાથે નરાધમ યુવકે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું અને ત્યાર બાદ તેને ધમકી આપી હતી. યુવકે કિશોરીને ધમકી આપી હતી કે, આ બાબતની કોઈને જાણ કરીશ તો તારા પિતા અને ભાઈને જાનથી મારી નાંખીશ. આ બાદ કિશોરીને ગાડીમાંથી ઉતારી યુવક ફરાર થઇ ગયો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ કિશોરીએ તેના પરિવારને કરી હતી. જેતી પરિવારજનોએ સાંતલપુર પોલીસ મથકે ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં મિત ઉર્ફે જીવણ આહીર, લક્ષ્મણ આહીર સહિત અન્ય એક ઈસમને પોલીસે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.