ઉદય રંજન, અમદાવાદ: રાજ્યમાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની લીરે લીરા ઉડાડતી ઘટના સામે આવી છે. અમદાવાદ નજીકના બાવળા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં યુવતીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા બાદ સ્થળ પરથી ફરાર થઇ ગયો છે. ત્યારે પરિવારનું કહેવું છે કે, જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકારીશું નહીં અને બાવળા બંધ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ધોરણ 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ, 84.17 ટકા સાથે રાજકોટ પ્રથમ


અમદાવાદ નજીકના બાવળા બસ સ્ટેનડ બહાર બુધવાર સાંજે મિતલ જાદવ અને તેની બહેન જઇ રહી હતી. ત્યારે કેતન વાઘેલા સહીત ત્રણ લોકો બાઇક પર અવ્યા અને મૃતક મિતલ જાદવને બળજબરી લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. મિતલે જવાનો ઇન્કાર કર્યો અને આરોપીઓનો પ્રતિકાર કર્યો હતો. ત્યારે આરોપી કેતન મિતલને છરીના ઘા મારી ફરાર થઇ ગયો હતો. આ તમામ દ્રશ્યો હાજર કોઇ વ્યક્તિએ પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરી લીધા હતા અને વીડિયો વાયરલ કર્યો હતો.


વધુમાં વાંચો: ધો.12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ: વિદ્યાર્થીઓએ 'ગણિત' બરોબર ગણ્યું


આ ઘટના થતા મિતલને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આરોપી ત્યાં પણ પાછળ આવ્યો હતો અને પરિવારના લોકો આવી ગયા હતા. આરોપીએ મિતલના પિતા અને નાના ભાઇ પર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. 10 વર્ષીય ભાઇ આરોપી પાછળ ગયો હતો. પરંતુ આરોપી ભાગી જવામાં સફળ રહ્યો હતો. મિતલ જાદવના લગ્ન આગામી 26મી મેના રોજ રાજકોટ ખાતે લગ્ન થવાના હતા. જેની લગ્ન કંકોત્રીઓ પણ સબંધીઓને ત્યાં આપી દીધી હતી.


[[{"fid":"214221","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(મિતલ જાદવના લગ્ન આગામી 26મી મેના રોજ રાજકોટ ખાતે લગ્ન થવાના હતા)


વધુમાં વાંચો: ધોરણ-12 સાયન્સ પરિણામઃ રાજકોટ પ્રથમ જિલ્લો, છોટા ઉદેપુરનું પરિણામ સૌથી ઓછું


આ ઘટનાની જાણ થતા બાવળા પોલીસ તાત્કાલિક સ્થળ પર આવી તપાસ શરૂ કરી હતી. અને મૃતકને વધુ ઇજા હોવાથી અમદાવાદ વીએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યા મિતલનું મોત થયું હતું. બાવળા પોલીસે કેતન સહીત ત્રણેયના નામ અને સરનામા મળી આવતા અલગ અલગ ટુકડીઓ હાલ તપાસમાં લાગી છે. ત્યારે પરિવારનું કહેવું છે કે, જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકારીશું નહીં અને બાવળા બંધ કરવામાં આવશે.


કેન્સર હોસ્પિટલમાં શૌચાલયના કેર ટેકરના પુત્રએ મળવ્યા 99.60 પરસેન્ટાઇલ


પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કેતન વાઘેલા મૃતક મિતલના એક તરફી પ્રેમમાં હતો અને મિતલના લગ્ન નક્કી થઇ ગયા હોવાથી તેની હત્યા કરી છે. ત્યારે કેતન ક્યારે પોલીસ ગિરફ્તમાં આવે છે એ જોવું રહ્યું.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...