ચેતન પટેલ/સુરત :સુરત એવુ ક્રાઈમ કેપિટલ છે, જેમાં રોજેરોજ ગુનાનો પ્રકાર બદલાઈ જાય છે. રોજ એવા ગુના સામે આવે છે, જેમાં પોલીસ પણ માથુ ખંજવાળતી રહી જાય છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ધોરણ 10 ની વિદ્યાર્થીનીને યુવકે પ્રેમજાળમાં ફસાવી શરીર સુખ માણ્યુ હતું. આ બાદ કિશોરીને ગર્ભ રહી જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ બાબતે કાપોદ્રા પોલીસે કિશોરીની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ પોસ્કો હેઠળ ફરિયાદ દાખલ કરી યુવકની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના કાપોદ્રા ખાતે ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી સગીરાને મળવા બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. દુષ્કર્મ બાદ સગીરા ગર્ભવતી બનતા યુવક સામે ફરિયાદ નોંધાઈ છે. લગ્નની લાલચે સગીરાને યુવક મોલમાં ફરવા લઈ જતો હતો. બાદમાં દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી ગયો હતો. સુરતના કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ખોડિયાર નગરના યુવક સામે પોસ્કો હેઠળ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 


આ પણ વાંચો : યુવરાજસિંહ જાડેજાની ગાડીમાં લાગ્યો હતો કેમેરો, પોલીસ પર ગાડી ચડાવવાની આખી ઘટના કેદ 


સગીર વિદ્યાર્થીની સાથે આચરાયેલા દુષ્કૃત્યના કારણે કિશોરી ગર્ભવતી બની હતી. આ અંગેનો તબીબી તપાસમાં ખુલાસો થતાં કિશોરીના પરિવારજનો ઉપર આફત તૂટી પડી છે. કાપોદ્રા ખોડીયાર નગર રોડ રાધા ક્રિષ્ના સોસાયટીમાં રહેતા ચેતન દીપક અગ્રાવત સામે સગીર વયની કિશોરીએ દુષ્કર્મની ફરિયાદ આપી છે. યુવક અને વિદ્યાર્થીની એકબીજા સાથે પ્રેમ સંબંધમાં હતા અને વારંવાર એકબીજાને મળતા હતા. જે દરમિયાન યુવકે વિદ્યાર્થીની સાથે શરીર સબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. વિદ્યાર્થીનીએ આ મામલે યુવકને વારંવાર ફોન કર્યો હતો. જોકે યુવકે કોઈ જવાબ ન આપતા વિદ્યાર્થીનીએ સમગ્ર મામલો માતાને જણાવ્યો હતો અને તબીબી તપાસમાં ખુલાસો થતા ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઈને પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી છે તેવુ સુરત પોલીસના એસીપી સીકે પટેલે જણાવ્યું.