વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતી પર આચર્યું અનેક વખત દુષ્કર્મ! ગુજરાતના આ શહેરમાં બની લવ જેહાદની ઘટના
![વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતી પર આચર્યું અનેક વખત દુષ્કર્મ! ગુજરાતના આ શહેરમાં બની લવ જેહાદની ઘટના વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતી પર આચર્યું અનેક વખત દુષ્કર્મ! ગુજરાતના આ શહેરમાં બની લવ જેહાદની ઘટના](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2025/01/27/634421-rape-zee.jpg?itok=CYSyQiWJ)
વિધર્મી યુવકે ખોટું નામ ધારણ કરી હિન્દુ યુવતી પર દુષ્કર્મ આચર્યું. આણંદ શહેરમાં હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી પાંચ વર્ષ સુઘી પરિણીત વિધર્મી યુવક દ્વારા દુષ્કર્મ ગુજારવાની લવ જેહાદની વધુ એક ઘટના સામે આવી છે. પોલીસે વિધર્મી યુવકની ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બુરહાન પઠાણ/ આણંદ: આણંદ શહેરમાં ઘાસ વેચવાનો ધંધો કરતા નાપા વાંટા ગામનાં વિધર્મી મકસુદ દીલુભા રાણા નામના યુવકે એક હિન્દુ યુવતી સાથે ઓળખાણ કરી મિત્રતા કરી હતી અને પોતાની ઓળખ મુકેશ તરીકે આપી હતી. ત્યારબાદ યુવતીનો મોબાઇલ રીપેર કરવા માટે લઈ જઈ યુવતીનો મોબાઇલ નંબર મેળવી યુવતી સાથે મોબાઇલ ફોન પર વાતો કરી યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને તું મને બહુ ગમે છે તેમ કહી યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેણી પર દુષ્કર્મ ગુજારતો હતો. આ દરમિયાન અંગત પળોના વીડિયો અને ફોટો પાડી લીધા હતા
પ્રેમ સંબંધના બે વર્ષ બાદ યુવતીને મુકેશ હિન્દુ નહીં પણ મુસ્લિમ હોવાનું તેમજ તેનું નામ મકસુદ હોવાની જાણ થતાં બન્ને વચ્ચે ઝઘડો થતાં યુવતીએ મકસુદ સાથે વાતચીત કરવાની બંધ કરી દેતા મકસુદએ યુવતીને કહ્યું હતું કે, હુ તને ખૂબ પ્રેમ કરું છું અને મારી પત્નીને છૂટાછેડા આપી દઈ તારી સાથે લગ્ન કરીશ તેમ કહી લગ્નની લાલચ અને જો સંબંધ નહીં રાખું તો તેમની અંગત પળોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકીઓ આપી ફરી સબંધ બાંધ્યા હતા.
ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, મહાકુંભ માટે હર્ષ સંઘવીની ફરી મોટી જાહેરાત
યુવતીને જાનથી મારી નાખવાની આપી ધમકીઓ
યુવતી થોડા સમય પૂર્વે ઢુંઢાકુવા ગામમા સબંધીના ઘરે સામાજિક પ્રસંગમાં ગઈ હતી, ત્યારે પણ મકસુદએ ફોન કરી યુવતીને બોલાવી નજીકમાં ખેતરમાં લઈ જઈ તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ મકસુદને લગ્ન કરવા જણાવતા મકસૂદએ લગ્ન કરવાની ના પાડી યુવતીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. તેમજ તેણીના બીભત્સ ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી હતી.
સુરતમાં છઠ્ઠા માળે આગ લાગતા યુવતીએ આ રીતે બચાવ્યો જીવ, ફાયર ફાઇટરનું દિલધડક રેસ્ક્યૂ
પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
વિધર્મી યુવકે પોતાનું નામ બદલી પોતાની સાથે પ્રેમ સબંધ બાંધી અંગત પળોના વીડિયો ફોટો પાડી દુષ્કર્મ આચર્યું હોવાનું જણાતા આ અંગે યુવતિએ આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નાપા વાંટા ગામનાં મકસૂદ દિલુભા રાણા વિરૂધ્ધ ગુનો નોંધી આરોપી મકસુદ રાણાને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી દુષ્કર્મના ગુનામાં ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.