ભાવનગર : ભાવનગરના કાળુભા નજીક આવેલા સત્યનારાયણ રોડ ખાતે મહાવીર હાર્ડવેર નામની દુકાનમાં નોકરી કરતા રાજુ ઉર્ફે રાજુ મકવાણાની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. જો કે શહેરમાં દિવાળી સમયે અજય જેલમભાઇ મકવાણાની હત્યાનો બનાવ બનતા અરેરાટી ફેલાઇ ગઇ છે. રાજુ મકવાણાની હત્યા બાદ તેના હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જો કે તેની હત્યા ખુબ જ ક્રુરતા પુર્વક કરવામાં આવી હતી. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે અને તપાસ કરી રહી છે.


ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: કમળના કાંગરા ખર્યા, પંજાની પકડ બની મજબુત
રંગીલુ રાજકોટ: દિવાળીના તહેવારને ધ્યાને રાખી રંગારંગ કાર્યક્રમોની આજથી શરૂઆત
પ્રાપ્ત વિગત અનુસાર રાજુભાઇ મકવાણા સત્યનારાયણ રોડ પર આવેલા મહાવીર હાર્ડવેરમાં નોકરી કરે છે. રાજુની હત્યા કરનાર વ્યક્તિ સાયકલ પર આવીને દુકાનમાં જઇને તીક્ષ્ણ હથિયાર વડે આડેધડ ઘા મારીને તેની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપી પોતે પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો. આ બનાવના પગલે એલસીબી, એસઓજી તથા નિલમબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. આરોપીનું નામ અશોક હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.