ચેતન પટેલ /સુરત : શહેરના મજુરા ગેટ નજીક આવેલા કૈલાસ નગર ખાતે રહેતા એક કિશોરને આ વિસ્તારની જ એક કિશોરી સાથે કથિત પ્રેમ સબંધને કારણે જાહેરમાં દોડાવી દોડાવીને છરીના ઘા ઝીંકી પતાવી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સોપો પડી ગયો છે અને ખુની ખેલ ખેલનારા હત્યારાને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો છે.જો કે આવી ઘટનાઓ સુરતમાં છાશવારે ઘટતી હોવાથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 2 દિવસમાં ઠંડીનું જોર વધશે: પારો 3 ડિગ્રી સુધી ગગડશે


સુરતના મજુરાગેટ કૈલાસ નગર ખાતે રહેતા સત્તર વર્ષીય જૈમિશ કિશોરભાઇ પટેલ નામના યુવાનને જીગ્નેસ નામના યુવાનની પિતરાઇ બહેન સાથે પ્રેમ સબંધ હોવાની જીગ્નેશને શંકા હતી. આ મામલે એક વર્ષ પહેલા પણ જૈમિશ અને જીગ્નેશ વચ્ચે બબાલ થઇ હતી. ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ત્યાર બાદ જૈમિશે જીગ્નેશને ખાતરી આપી હતી કે, તેની બેન સાથે તે બોલશે નહીં. પરંતુ થોડા દિવસ પહેલા ફરી વખત જૈમિશ અને જીગ્નેશની પિતરાઇ બેન વાત કરતા હોવાની જાણ જીગ્નેશને થઇ હતી. જેથી ગઇ મધરાતે તે કૈલાસ નગર ખાતે પોતાના ત્રણ ચાર મિત્રો સાથે ગયો હતો અને તેણે જૈમિશને ફોન કરીને તેના ઘરેથી નીચે બોલાવ્યો હતો. 


Christmas વેકેશનમાં સૌરાષ્ટ્ર બન્યું હોટ ફેવરિટ, તમામ સ્થળો પ્રવાસીઓથી ઉભરાયા


જૈમિશ નીચે આવતાની સાથે જ જીગ્નેશ તેના પર છરી લઇને તુટી પડ્યો હતો અને તેને એક પછી એક અઢાર જેટલા છરીના ઘા ઝીંકી દીધા હતા. આટલા ઘા પડવા છતા જૈમિશ જીવ બચાવવા માટે રોડ પર 25 મીટર સુધી આમથી તેમ દોડતો રહ્યો હતો પરંતુ તેને પતાવી દેવાના ઇરાદા સાથે જ આવેલા જીગ્નેશે તેને આડેઘડ ઘા ઝીંકીને અધમુવો કરી નાંખ્યો હતો. જૈમિશના પરિવાર દ્વારા તેને તુરંત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો પરંતુ તેને ડોક્ટરો બચાવી શક્યા ન હતા. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તેણે ગુનો દાખલ કરી જીગ્નેશને ઝડપી પાડ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube