ચેતન પટેલ/ સુરત: કોરોનાની મહામારીને (Corona epidemic) પગલે સમગ્ર ગુજરાતના લોકોની આર્થિક પરિસ્થિતિ (economic situation) ખૂબ ખરાબ છે. તેવામાં સુરતથી (Surat) ધવલ અકબરી નામના યુવકે સમગ્ર ગુજરાતમાં એક લાખ અનાજની કિટ (grain kits) આપવાનું આયોજન કર્યું હતું જેની શરૂઆત સુરતથી કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતને (Surat) દાન પુણ્યની ભૂમિ કહેવામાં આવે છે. કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં સુરત અડીખમ ઉભું હોય છે. લોકોને આર્થિક (economic situation) રીતે બનતી તમામ મદદ સુરતીઓ હંમેશા કરતા નજરે પડે છે. હાલ કોરોનાએ સમગ્ર ગુજરાતમાં અજગરી ભરડો લીધો છે. લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડયા છે. તેવામાં સુરતથી એક ભામાશા લોકોની મદદે આવ્યા છે અને એક લાખ અનાજની કિટ (grain kits) સમગ્ર ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને આપવાનો નીર્ધાર કર્યો છે. જેની શરૂઆત આજ રોજ સુરતથી કરવામાં આવી છે.


આ પણ વાંચો:- કોરોના દર્દીઓની સેવામાં ખડેપગ હોસ્પિટલનો સ્ટોફ, આ પ્રકારની આપવામાં આવે છે તમામ સુવિધાઓ


મહત્વનું છે કે કોરોનાના કારણે લોકોના ધંધા રોજગાર ખૂબ પડી ભાંગ્યા છે અને લોકો આર્થિક રીતે ખૂબ ભાંગી પડ્યા છે. કામ ધંધો ના હોવાને લીધે લોકોને ખૂબ હલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી લોકોને ઘરમાં અનાજ લેવા ના પણ ફાંફા પડી રહ્યા છે. તેથી લોકોને મદદ રૂપ થવા ધવલ અકબરી નામના યુવક આગળ આવ્યા છે અને અનાજની કિટ આપી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube