ઝી મીડયા બ્યુરો: મહેસાણા નજીક એક એક્ટિવાને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. ત્યારે આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા નજીક આવેલા ભાંડું ગામ પાસે એક એક્ટિવા ચાલક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને એક્ટિવા ચાલકને પાછળથી ટક્કર મારી હતી. અજાણ્યા વાહનની ટક્કરે એક્ટિવા ફંગોળાઈ જતા એક્ટિવા ચાલક રોડ પર પટકાયો હતો. જેના કારણે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જો કે, યુવાનને સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું.


આ પણ વાંચો:- અમદાવાદની 46 ખાનગી હોસ્પિટલના મ્યુકરમાઈકોસિસના ઇન્જેક્શનનું વિતરણ, અહી મળશે સંપૂર્ણ માહિતી


જો કે, ઘટનાને પગલે આસપાસના સ્થાનિકો સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા અને તેમના દ્વારા પોલીસ તેમજ 108ને ફોન કરી જાણ કરી હતી. ત્યારબાદ 108 ઘટના સ્થળે આવી પહોંચી હતી. જો કે, મૃતક યુવાનના પરિવારજનોને અકસ્માતની જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ મૃતક યુવાનની પત્ની તેના બાળક સાથે સ્થળ પર પહોંચતા મૃત પતિને જોઈ ભાંગી પડી હતી અને ભારે આક્રંદ સાથે પોતાના પતિને ઉઠાડવાનો પ્રયત્ન કરી રહી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube