મિતેશ માળી, વડોદરાઃ પૈસો માટે પરમેશ્વર અને હું પૈસાનો દાસ... આ કહેવત તો તમે સાંભળી જ હશે. પૈસા માટે લોકો કઈં પણ કરી છૂટવા તૈયાર હોય છે. પણ અહીં તો માત્ર નજીવી રકમ માટે લોકો પોતાનું ઈમાન તો ભૂલી ગયા પણ કાયદાનો પણ ડર ન રાખ્યો.  માત્ર પંદર સો રૂપિયાની ઉઘરાણીમાં એક યુવકનો જીવ લઇ લીધો. હત્યા કરી નાંખી કોણ છે એ પૈસાનાં ભૂખ્યા? જુઓ આ ખાસ રિપોર્ટ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાદરાના સોખડાખુર્દ કેનાલ પાસે યુવકની હત્યા કરી દેવા આવી અને એ પણ નજીવી રકમની ઉઘરાણીમાં. મૃતક યુવાન વિકાસ શનાભાઈ પાટનવાડિયા ડભાસા ગામની સિમમાં રહેતો હતો. યુવકને તાડીનો નશો કરવાની લત હતી. મૃતક નશાકારક તાડીનો વ્યવસાય કરતો સુરેશ તડવી પાસે તાડી પીવા માટે જતો હતો. અને તાડી પીવા માટે ઉધાર ખાતું ખોલાવ્યું હતું. જો કે ઉધારીના 1500 રૂપિયા ચૂકવવાના થઇ ગયા હતા. અને એ રૂપિયા ન ચૂકવતા  સુરેશે વિકાસને  ઉઘરાણી કરવા માટે બોલાવ્યો હતો અને તેને ગોંધી રાખ્યો હતો. અને અન્ય ત્રણ વ્યક્તિઓએ પણ ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં વિકાસનું મોત થઇ ગયું છે. ઘટનાની જાણ થતા પાદરા પોલીસ સહિત વડોદરા ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક સહિત વડોદરા ગ્રામ્ય એલ.સી.બીની ટીમ પણ પાદરા દોડી આવી હતી. મૃતદેહને પાદરા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.


આ પણ વાંચોઃ બાળપણના ફોટાને ડ્રાઇવમાં કર્યાં અપલોડ, ગૂગલે 'પોર્ન' ગણાવી એકાઉન્ટ કર્યું બ્લોક


હાલ તો પોલીસે ફરિયાદના આધારે  હત્યાનું પગેરું શોધવા માટે અલગ-અલગ ટિમો બનાવી તપાસ શરૂ કરી છે... બીજી તરફ પાદરા પોલીસની તપાસ દરમિયાન સોખડાખુર્દ કેનાલ પાસે રહેતા સુરેશ તડવીને ત્યાં મારા મારીનો બનાવ બન્યો હતો અને એ દરમિયાન સુરેશ તડવી સહિત અન્ય ઈસમો એ વિકાસની હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે મુખ્ય આરોપી સુરેશ તડવી સહિત અન્ય 4 સામે ફરિયાદ નોંધી આરોપીઓ ની શોધખોળ હાથ ધરી છે... હવે પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ અને આરોપીના પકડાયા બાદ હત્યાનું સાચું કારણ સામે આવશે.