હિતલ પારેખ/ ગાંધીનગર: છોટાઉદેપુર અને તેની આસપાસના રાઠવા આદિવાસી સમાજના યુવકો સાથે થઈ રહેલા અન્યાયના મુદ્દે આદિવસી યુવકો રાજ્યના આદિજાતિ મંત્રી ગણપત વસાવારને રજૂઆત કરશે. ગાંધીનગરના બિરસા મુંડા ભવન પાસે વિદ્યાર્થીઓ એકત્રિત થયા છે અને આજે સાંજે આદિજાતિ મંત્રી ગણપત વસાવાને રજૂઆત કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાઠવા સમુદાયનું આદિવાસી પ્રમાણ પત્ર ખરાઈનો મામલે છેલ્લા બે વર્ષથી વધારે સમયથી સરકાર દ્વારા કોઇ નક્કર નિર્ણય ન લેવાતા વિદ્યાર્થીઓ સરકારી નોકરીથી વંચિત રહ્યા છે. તેમજ યુવકોના પ્રમાણપત્રના મુદ્દે કોઇ નિર્ણય ન લેવાતા અનેક ભરતીઓમાં પાસ થયા બાદ પણ વિદ્યાર્થીઓ નોકરીઓથી વંચિત રહ્યા છે. છોટાઉદેપુર વિસ્તારના સૌથી વધારે વિદ્યાર્થીઓ વિવિધ પરીક્ષાઓમાં પાસ થવા છતાં નિમણૂકથી વંચિત રહ્યા છે.


આ પણ વાંચો:- ઘરનો મોભી બન્યો ઘરેલુ અત્યાચારનો ભોગ, શું પત્ની આપી રહી છે પતિને ત્રાસ?


છોટાઉદેપુર જિલ્લામાં નવ નિયુક્ત ભરતી થયેલા આદિવાસી યુવાનોની ભરતી બાદ જાતી પ્રમાણ પત્રની ખરાઈ ન થઈ હોવાથી નિયુક્તિ અટકી પડી છે. અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રની ખરાઈ અર્થે રાજ્ય વિશ્લેષણ સમિતિ સમક્ષ અનેક વખત રજુઆત કરાઈ છે. ત્યારે આજે ગાંધીનગરના બિરસા મુંડા ભવન પાસે વિદ્યાર્થીઓ એકત્રિત થયા છે અને આદિજાતિ મંત્રી ગણપત વસાવાને ઉમેદવારો મળશે અને રજુઆત કરશે. જુદા જુદા વિભાગમાં અંદાજિત 125 જેટલા નવા ભરતી થયેલા આદિવાસી યુવાનોની ભરતી બાદ નિયુક્તિઓ અટકી પડી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube