તેજસ મોદી/સુરત : આજકાલના યુવાનો ઈમાનદારી અને મહેનતથી રૂપિયા કમાવવાના બદલે શોર્ટકટથી રૂપિયા કમાવવાની લાલચે ગુનાખોરીના રવાડે ચઢી જતા હોય છે. 3 ગુનેગારોની સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, તેમની પાસેથી 16 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. લોકકરાયેલી નવી મોટર સાયકલ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા ત્રણે આરોપીઓ છેલ્લા બે વર્ષથી વાહનોની ચોરી કરતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત: તરૂણીને યુવકે કહ્યું હું કુંવારો છું અને પાટણ આપણે ફરવા જવાનું છે પણ...


કાળા બુરખામાં ઊભેલા ત્રણેય શખ્સો છેલ્લા બે વર્ષથી સુરતના અડાજન અને ઉમરા વિસ્તારમાં મોટરસાયકલની ચોરી કરીને સુરત શહેર પોલીસને ચેલેન્જ ફેંકી રહ્યા હતા. એક પછી એક ચોરીની ઘટનાઓ બાદ પોલીસ પણ ગુનો દાખલ કરી આરોપીઓને શોધવા માટે મહેનત કરી રહી હતી, પરંતુ ગુનેગાર એટલા શાતિર હતા કે પોલીસને હાથે લાગતા ન હતા. દરમિયાન સુરત શહેર પોલીસના ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી, કે સંદીપ ઉર્ફે ખજાનચી શીચરણ શાહ, હીતેશ ઓખાભાઇ રાજપુત, ભરત ઉર્ફ બીજે જોધાભાઇ રૂપાભાઇ ગોહીલ પાસે ચોરીની મોટરસાયકલ છે. જેથી ત્રણેયની અટકાયત કરી પોલીસે ચોરીની બે એકટીવા તથા બજાજ પલ્સર મોટરસાયકલ અને એપલ મોબાઇલ ફોન મળી કુલ્લે રૂ.૧,૬૫,૦૦૦નો મુદ્દમાલ જપ્ત કર્યો હતો. ત્રણેય આરોપીઓનો પુર્વ ઇતિહાસ તપાસતાં પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી સંદીપ શાહને ભરત ગોહીલ સાથે છેલ્લા ચૌદ વર્ષથી મિત્રતા છે. સંદીપ શાહનો એક મિત્ર સુનિલ વાંસકોડાએ એપ્રીલ - ૨૦૧૯ના વર્ષમાં ઉમરા વિસ્તારમાંથી એક એકટીવાની ચોરી કરેલી હતી.


રમીલાબેન બારા 3 વખત ચૂંટણીમાં હારી જવા છતા ભાજપે આપ્યું અમુલ્ય ઇનામ કારણ માત્ર અને માત્ર 'વફાદારી'


જે એકટીવા તેઓએ ભરત ગોહીલને વેચી હતી. આ ભરત ગોહીલ મારફતે તેના વતન બનાસકાંઠાના વતની અને સુરત કતારગામ ખોડીયાર નગરમાં રહેતા હીતેશ રાજપુત સાથે સંદીપ શાહનો પરીચય થયો હતો. સંદીપ શાહે ભરત ગોહીલ અને હીતેશ રાજપુતને ચોરીના વાહનો બનાસકાંઠા વેચી દેવાનો પ્લાન સમજાવી સંદીપ શાહે તેના સાગરીત સુનિલ વાંસકોડા સાથે ઉમરા અને અડાજણ વિસ્તારમાં વાહન ચોરીનો તરખાટ મચાવી દિધો હતો. સંદીપ શાહ અને સુનિલ વાંસકોડાએ ચોરી કરેલ વાહનો પૈકી કુલ - ૪ વાહનો હીતેશ રાજપુતને આપ્યા હતાં. એક એકટીવા ભરત ગોહીલને તેમજ ચોરીના બીજા - ૮ વાહનો પોતાના ગુજરાત હાઉસીંગ બોર્ડની પાછળની ખુલ્લી જગ્યામાં પાર્ક કરી મુકી રાખ્યા હતા.


વડોદરા યુનિવર્સિટીમાં ફિલ્મી સ્ટાઇલમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, પછી માર્શલ સાથે કર્યું ઘર્ષણ


હીતેશ રાજપુતે સંદીપ શાહ પાસેથી ખરીદેલ કુલ - ૪ વાહનો પૈકી ત્રણ વાહનો બનાસકાંઠામાં વેચાવા માટે કતારગામ વિસ્તારમાં પાર્ક કરી મુકી રાખ્યા હતા અને એક એકટીવા પોતે હંકારતો હતો, જે કુલ - ૧૧ વાહનો તેમજ આરોપીના કબજા માંથી મળી આવેલ કુલ ૩ વાહનો મળી કુલ ૧૪ વાહનો કુલ્લે રૂ ૫,૩૩,૦૦૦નો મુદ્દમાલ કાઇમબ્રાંચની ટીમે જપ્ત કર્યા હતાં. આ ઉપરાંત અડાજણ વિસ્તારમાંથી ચોરી કરેલ એક બુલેટ તથા ઉમરા વિસ્તાર માંથી ચોરી કરેલ એક બજાજ એવેન્જર આરોપીઓએ બનાસકાંઠા વિસ્તારમાં વેચેલ હોવાની કબુલાત કરી છે. આરોપીઓ સંદર્ભે ક્રાઇમ બ્રાંચના અધિકારીએ જણાવ્યું કે મોજશોખ માટે તમામ આરોપીઓ વાહનોની ચોરી કરતા હતા જેમાં ઉમરા અને અડાજણ વિસ્તારમાં આવેલા વીડિયો થિયેટર અથવા સિનેમાગૃહની બાહર અનલોક કરાયેલી મોટરસાયકલને ટાર્ગેટ કરી ચોરી કરતા હતા. ચોરી કરાયેલા વાહનોને વેચી તેમાંથી મળનારા રૂપિયાને મોજશોખ માટે ખર્ચ કરવાના હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube