નવનીત દલવાડી, ભાવનગરઃ રાજ્યના ચકચારી ડમીકાંડ કેસમાં યુવરાજસિંહને જામીન મળ્યા છે. ભાવનગર જિલ્લા કોર્ટે યુવરાજસિંહના જામીન મંજૂર કર્યાં છે. ડમીકાંડમાં યુવરાજ સિંહ પર પૈસા પડાવવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં 21 જુલાઈએ યુવરાજ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. એટલે કે કોર્ટમાંથી જામીન મળ્યા બાદ હવે યુવરાજ સિંહ જેલમાંથી બહાર આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવરાજ સિંહને મળ્યા જામીન
ભાવનગર ડમીકાંડ સર્જાયા બાદ તોડકાંડ સામે આવ્યો હતો. જેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ડમીકાંડ ઉજાગર કરવામાં આવ્યો હતો. અને જે બાદ યુવરાજસિંહ જાડેજા એ ડમીકાંડના આરોપીઓ પાસે નામ ઉજાગર નહિ કરવા પૈસા લીધા હોવાનો વિડિયો વાયરલ થયો હતો. જેમાં તપાસ બાદ તોડકાંડ સામે આવતા પોલીસે 22 એપ્રિલ 23ના રોજ યુવરાજસિંહ જાડેજાને ઝડપી લીધો હતો અને ત્યાર બાદ 2જી મે 23 સુધીના રિમાન્ડ મંજૂર કરાયા હતા. જેમાં યુવરાજસિંહ જાડેજા સહિત 6 લોકોને ઝડપી લઇ લોકઅપ હવાલે કરી દીધા હતા. તેમજ 2જી મે 23 પછી વધુ રિમાન્ડ મંજૂર નહિ થતા યુવરાજસિંહ જાડેજાને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube