ગાંધીનગર: આસિત વોરાએ સોમવારે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમન પદેથી રાજીનામું આપી દીધુ હતું. જોકે, 24 કલાકની અંદર જ સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ IAS એ.કે. રાકેશને સોંપવામાં આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા આયોગનો ચાર્જ એ.કે રાકેશને સોંપાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ GSSSBના ચેરમેન અસિત વોરાના રાજીનામાની ઉગ્ર માંગ ઉઠી હતી. આ પેપરકાંડના બે મહિના બાદ અસિત વોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતુ. આ સાથે જ આઈ.કે જાડેજા અને બળવંત સિંહનું પણ બોર્ડ નિગમમાંથી રાજીનામું લઇ લેવાયું છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, હેડ કલાર્કની 186 જગ્યાઓ માટે ડિસેમ્બરમાં પરીક્ષા યોજાઇ હતી. જો કે પ્રશ્નપત્ર ફુટતા સરકારે પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. આ પેપરલીક કૌભાંડના કારણે રાજ્યભરમાં હોબાળો મચ્યો હતો. પેપરલીક કૌભાંડ બાદ ખાસ કરીને પરીક્ષાર્થીઓમાં ભારે આક્રોશ ઉઠયો હતો. આસિત વોરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજીનામુ ધરી દીધું હતું. આ પહેલા પણ કેટલાંય બોર્ડ નિગમના ચેરમેનો પાસેથી રાજીનામા લઇ લેવાયા હતાં. પેપરલીક કૌભાંડના બે મહિના વિત્યા બાદ આસિત વોરાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનપદેથી રાજીનામુ આપ્યુ છે.