મૌલિક ધામેચા/ગાંધીનગર : આજે આપ નેતા યુવરાજસિંહ જાડેજા અને આપનાં કેટલાક નેતાઓ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે મહેશ સવાણીથી માંડીને અસિત વોરા સુધીના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. યુવરાજસિંહ કહ્યું કે, મહેશ સવાણીની તબિયત ખૂબ જ ખરાબ છે. સવાણીના ઉપવાસ વિધાર્થીઓ માટે છે. તેવામાં માત્ર નેતાઓ નહી પરંતુ વિદ્યાર્થીઓએ પણ આગળ આવીને લડત આપવી પડશે. મહેશ ભાઈ જેવા સમાજના અગ્રણીની જરૂર છે તો જ તેઓ ઉપવાસ તોડે તે ખુબ જ જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GSTના કાળાકાયદાના વિરોધમાં સમગ્ર GUJARAT ના કાપડના વેપારીઓનો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ


સરકારને 2 દિવસનું અલ્ટીમેટમ આપીએ છીએ આટલા સમયમાં અસીતવોરાનું રાજીનામુ લેવામાં આવે. ત્યાર બાદ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરશે. રોડ પર આવવું પડે તો પણ આવીશું પરંતુ વિદ્યાર્થીઓનાં હિતમાં લડીશું. 13 જાન્યુઆરીએ આયોજીત થનારી પરીક્ષા અંગે પણ સરકારનું અને ગૃહરાજ્યમંત્રીનું ધ્યાન દોર્યું છે. આ ઉપરાંત વોરાનું રાજીનામું નહી આવે પછી સિગ્નેચર અભિયાન ચલાવીશું. અસિતવોરા પદ પર રહેશે ત્યાં સુધી 100થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષાનો બહિષ્કાર કરશે. 


કોરોના વિસ્ફોટનાં પગલે CS દ્વારા લેવાયો મોટો નિર્ણય, ખાસ જાણી લો હવે શું હશે નવા નિયમો


આ સમગ્ર મામલે ન્યાયીક તપાસ માટે રૂલિંગ જજની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવે. આ કમિટી સમગ્ર મામલે તપાસ કરે તે ખુબ જ જરૂરી છે. ગુજરાતના યુવાનોને ન્યાય અપાવવા માટે આંદોલન ચાલુ રહેશે. ભ્રષ્ટ સરકાર સામે લડવા માટેઅસિતવોરાની ભ્રષ્ટ માનસિકતા સામે લડવું પડશે. મહેશ સવાણી આવતીકાલે 11 વાગ્યા સુધીમાં પારણા કરશે. તેમના ગુરૂની હાજરીમાં તેઓ ઉપવાસ તોડશે તેવી અમને શ્રદ્ધા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube