જયેશ દોશી/નર્મદા: ગરુડેશ્વર તાલુકાના ઝરવાની ગામના લીંબાડા ફળીયાની સગર્ભા મહિલાને ઊંચકીને પાણીમાંથી પસાર કરવામાં આવી તેનો વિડિઓ વાયરલ થયો હતો. રાજ્ય સરકાર વિકાસની વાતો કરે છે તો શું રાજ્યની ભાજપ સરકારનો આતે કેવો વિકાસ કે જ્યાં 108 પણ ના જઇ શકે. ગ્રામજનો દ્વારા પુલ બનાવની માંગણી વર્ષોથી કરવામાં આવી રહી છે. પણ હજુ સુધી પુલ બનાવામાં આવ્યો નથી. નાંદોદના ધારાસભ્ય પી ડી વસાવાએ પણ અહીં પુલ બનાવવા માટે માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આદિવાસીઓ માટે હજી નર્મદા જિલ્લો વિકાસથી પછાત છે. ઝરવાણીથી ગરૂડેશ્વર 2 કિમી સુધી ખાડીમાં વહેતા પાણી વચ્ચે પ્રસૂતાને 108 સ્ટ્રેચરમાં લઇ જવી પડી. એકતાનગર કેવડિયા પાસે 2500ની વસ્તી ધરાવતા ઝરવાણી ગામેના લીંબાડા ફળિયું ખાતે પ્રાથમિક સુવિધાનો આજે પણ અભાવ ઝરવાની ગામના લીંબડા ફળીયાની સંગીતા નામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ઝોળીમાં દવાખાને લઇ જવા ગ્રામજનો મજબુર બન્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે. 


દેશમાં એક માત્ર ભૃગુભૂમિ પર ભરાતો અનોખો મેળો, મેઘરાજાના વિસર્જન સાથે આજે મેળાનું સમાપન


મહિલાનો ભાઈ અમરસિંગ વસાવા જાતે 108 ના સ્ટ્રેચરમાં 2થી 3  કિમી પાણીમાં ચાલીને મુખ્ય માર્ગ પર પહોંચાડી ત્યારે વાહન મળ્યું હતું. ચોમાસામાં તો અંતરિયાળ ગામોની હાલત બહુ કફોડી  થઈ જાય છે. ત્યારે આ આદિવાસી સમાજ માત્ર પાયાની સુવિધાઓ સરકાર પાસે માંગે છે તે પણ સરકાર આપી શકતી નથી. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ડુંગરાળ ગામ અને પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ છે. આ ગામની 2500 જેટલી વસ્તી છે. દર વર્ષે ચોમાસામાં ઝરવાણી ગામ પાસે ખાડીમાં પાણી આવી જતા ગ્રામજનોની હાલાકીનો સામનો કરવો પડે છે. 


ગામમાંથી નીકળવાનો એક માત્ર રસ્તો ખાડી છે, ત્યાં પણ ચોમાસામાં કેડ સમાં પાણી આવી આ રસ્તો પણ  બંધ થઈ જાય છે. ચોમાસામાં આ ગંભીર પરિસ્થિતિમાં 108 પણ ગામ સુધી જઇ શક્તી નથી. ગ્રામજનો દર્દીઓને ઝોળીમાં નાખી 2 કિ.મી નું અંતર પગપાળા કાપી 108માં ગરૂડેશ્વર સરકારી દવાખાને લઈ જાય છે. ઝરવાણીથી નીકળતા વચ્ચે ખાડી પર પુલ બાંધી આપવા ગ્રામજનો વર્ષોથી માંગ કરી રહ્યા છે. 


ગ્રામજનોની વર્ષોની માંગ છે, પણ આ જગ્યાએ નાળુ કે પૂલિયુ બનાવવામાં આવતું નથી એટલે આ પરિસ્થિતિ ગામના લોકો વેઠી રહ્યાં છે. એટલે ગ્રામજનોએ વિડિયો વાયરલ કરી સરકારને ગામની પરિસ્થિતિ વર્ણવી નારાજગી સાથે વિરોધ નોંધાવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube