Rajkot Fire Case: 26 મે શનિવારનો દિવસ ગુજરાતના ઈતિહાસમાં કાળા અક્ષરોમાં લખાશે. કારણ કે રાજકોટના TRP ગેમ ઝોનમાં તંત્રના પાપે એક સાથે 28 લોકો જીવતા ભડથું થયા હતા. આ ઘટના બની ત્યારથી આજ સુધી Zee 24 Kalak એ દરેકે દરેક સમાચારોને તટસ્થ રહીને પ્રકાશિત કર્યા હતા. TRP ગેમ ઝોનમાં ભોગ બનેલા પરિવારજનોની સાથે રહીને તેમને સાંત્વના પાઠવી હતી. એટલું જ નહીં તેમની વેદના હોય કે કસૂરવાર તંત્રનો ઉધડો લેવામાં કોઈ કસર છોડી નહોતી. જેના કારણે સોશિયલ મીડિયામાં દર્શકોએ ઝી 24 કલાકે પાઠવેલી કામગીરીના વખાણ કર્યા હતા. સોશિયલ મીડિયામાં હાલ ચારેબાજુ દર્શકો Zee 24 Kalakની કામગીરીના વખાણ કરી રહ્યા છે. તેઓ સતત સોશિયલ મીડિયામાં લોકોની વેદના અને દુ:ખને વાચા આપવા બદલ અભિનંદન પાઠવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજ સુધી Zee 24 Kalak એ દરેક ઘટનામાં તટસ્થ રહીને અહેવાલો પ્રકાશિત કરતું આવ્યું છે. એવી જ રીતે રાજકોટના TRP ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટનામાં પણ નાનામાં નાની માહિતીથી કસૂરવાર અધિકારીઓ, તંત્રને બક્ષ્યું નહોતું. એકે એક ક્ષણભરની અને નાનામાં નાની માહિતી પણ દર્શકો સુધી પહોંચાડવાની કોશિશ કરી હતી. Zee 24 Kalak એ આ ઘટનામાં ઢીલાસ દાખવેલ અધિકારીઓને પણ છોડ્યા નહોતા. જેના કારણે સરકારે પણ એક્શનમાં આવીને મનપા કમિશ્નરથી માંડી રાજકોટ કમિશ્નર સહિત 6 અધિકારીઓની બદલી કરી હતી.



એક યૂઝર્સે સોશિયલ મીડિયામાં Zee 24 Kalakનો આભાર વ્યક્ત કરતા પોસ્ટ કરી હતી કે જ્યારથી આ ગેમઝોનનો બનાવ બન્યો ત્યારથી તમે આ બનાવ અંગે લોકો સમક્ષ સત્ય ઉજાગર થાય તે હેતુસર અને જે આ બનાવમાં જવાબદારો છે તેની સામે પગલા લેવાય અને કડક કાર્યવાહી થાય તે હેતુસર અને નિર્દોષ બાળકો અને ભાઈ-બહોને આ આગમાં હોમાયા છે. તેઓના જવાબદારો સામે પગલા લેવાય તે હેતુસર રાત દિવસ જોયા વગર આપે લોકો સામે સત્ય ઉજાગર કર્યું છે. તે જોઈને તમને તથા તમારી પુરી ટીમને અભિનંદન આપું છું. આ બનાવમાં હજું જેટલા પણ જવાબદારો નીકળે તેની સામે કડકા કાર્યવાહીઓ થવી જોઈએ. ફરી એકવાર તમને તથા તમારી Zee ન્યુઝની ટીમને ખુબ ખુબ અભિનંદન...