અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. ત્યારે શું હાર્દિક પટેલ લાખાભાઈ ભરવાડની સામે વિરમગામમાં ઉતરશે તે ભાજપ જ નક્કી કરશે. આ બેઠક પર આ વખતે હાર્દિક પટેલ ભાજપના પ્રબળ ઉમેદવાર ગણાય છે. જોકે, કોંગ્રેસ હજી સુધી કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી. વિરમગામની બેઠક હાલ હોટ સીટ ગણાઈ રહી છે, કારણ કે આ બેઠક કોંગ્રેસનો ગઢ છે. 2017 માં હાર્દિક પટેલ કોંગ્રેસમાં રહીને કોંગ્રેસના ઉમેદવારને જીતાડે છે. એ જ હાર્દિક પટેલ આજે ભાજપના વિરમગામ બેઠક પરથી સંભવિત ઉમેદવાર છે. જે હાર્દિક પટેલે 2017 માં કોંગ્રેસના ઉમેદવારનો હાથ પકડ્યો હતો, તે આજે તેમની સામે પડશે. પાંચ વર્ષના વહાણ વીતી ગયા, જેમાં હાર્દિક પટેલનો પક્ષ બદલાયો, તો શું વિરમગામની પ્રજા હાર્દિકને સ્વીકારશે તે મોટો સવાલ છે. આજે હાર્દિક પટેલની લડાઈ આજે પોતાના માણસો સાથે છે. ત્યારે ઝી 24 કલાકના દંગલ કાર્યક્રમમાં હાર્દિક પટેલે શું કહ્યું તે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક પટેલે વિરમગામના વિકાસ પર સવાલો ઉઠાવ્યા. તેમણે કોંગ્રેસના ધારાસભ્ય લાભા ભરવાડ વિશે કહ્યું કે, કોંગ્રેસે વિરમગામના વિકાસ માટે પ્રયાસો કર્યા નથી. કોંગ્રેસના ધારાસભ્ય ગાંધીનગરમાં જઈને પ્રશ્નોની રજૂઆત કરે. 10 વર્ષમાં વિરમગામના લોકો નીકળીને કડી જવા લાગ્યા. 10 વર્ષનો વિકાસનો પિક સમય હતો, પણ વિરમગામમાં વિકાસ ન થયો. 


આ પણ વાંચો : હૈયાની વાત હોઠ પર આવી : AAP કરતા ભાજપને વોટ આપજો.. જાણો એવું કેમ કહ્યું લલિત વસોયાએ


જેના જવાબમાં લાખાભાઈ ભરવાડે કહ્યું કે, અહી જાતિવાદ અને કોમવાદ નથી ચાલતો., માત્ર લાયકાતના આધારે લોકો અહી ઉમેદવારને ચૂંટે છે. અહી 10 વર્ષથી કોંગ્રેસના ધારાસભ્ય હતા. પરંતુ ભાજપનુ શાસન ગુજરાતમાં હતું. ત્યારે ભાજપને અહી વિકાસ કરતા કોને રોક્યા હતા. કોઈ પણ પત્ર હાર્દિક પટેલે સરકારને લખ્યો હોય તો બતાવે. 



2017માં શું લાખાભાઈ ભરવાડની જીતમાં હાર્દિક પટેલનો ફાળો હતો કે નહિ તે વિશે લાખાભાઈ ભરવાડે કહ્યું કે, હાર્દિક પટેલે કોંગ્રેસ જોઈન કર્યુ ન હતું. પાટીદાર આંદોલન ચાલતુ હતું, તેથી સમાજે મદદ કરી છે. મને નથી યાદ કે હાર્દિક પટેલે વિરમગામના 5 ગામોમાં જઈને મારા માટે ટેકો માંગ્યો હોય. 


વિરમગામ જિલ્લો કેમ ન બન્યો
આ વિશે હાર્દિક પટેલે કહ્યું કે, ભાજપે વિરમગામને 10 વર્ષ વનવાસ આપ્યો છે, પંરતુ ભાજપે પ્રયાસ કર્યા છે. 2002 બાદ અહી એક પણ કોમી તોફાન થયા નથી. વિરમગામ જિલ્લો બને તેવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા થશે. કોણ કહે છે કે, વિસ્તારમાં સારુ કરવાના પ્રયાસો રાજ્ય સરકારે નથી કર્યા. કેન્દ્ર સરકારની યોજનાઓ અહી પહોંચી છે. અહી મલ્ટીનેશનલ કંપનીઓ આવી છે. હું વિરમગામમાં જન્મ્યો છે. મરીશ તો રાખ પણ અહી જ થઈશ. તેના માટે સંઘર્ષ કરવો પડે. આ વખતે કમળ ખીલવીને ગાંધીનગર મોકલવાનું છે. ભાજપ જે પણ વ્યક્તિને કમળના ચિન્હ પર અહી ઉમેદવાર બનાવશે, તો અહીથી ભાજપનો ઉમેદવાર જીતશે. 


કોંગ્રેસના ધારાસભ્ય પર આક્ષેપ મૂકતા હાર્દિક પટેલે કહ્યું કે, હું આંદોલનનો ભાગીદાર હતો, ત્યારે આક્રમકતાથી, તાકાતથી ગુજરાતના લોકોને એક કર્યા, આક્રમકથી આંદોલન કર્યું. લડો તો સરકાર બધુ જ આપે છે, માંગ્યા વગર તો મા પણ પિરસતી નથી. એ માટે લડવુ પડે, બોલવુ પડે. ધારાસભ્યનો હોદ્દો નાનો નથી, ધારાસભ્ય પાસે પણ ગ્રાન્ટ છે. તે ધારે તો ગમે ત્યાંથી ગ્રાન્ટ લાવી શકાય છે. જો મને ટિકિટ મળશે તે વિરમગામ જિલ્લો બને તેવા પ્રયાસો કરીશ. કેટલી લીડ લાવવી એ નથી વિચારતો, પણ વિરમગામના ભવિષ્ય માટે કામ કરીશ.