અમદાવાદ :ગઈકાલે ગુજરાત (Gujarat)માં વિધાનસભા (Assembly Election 2019) ની ખાલી પડેલી 6 સીટ પર મતદાન યોજાયું હતું. જેમાં સરેરાશ 55 ટકા મતદાન થયું હતું. ત્યારે આ તમામ 6 બેઠકો પર કોણ જીતશે તેની આતુરતાનો હવે અંત આવી રહ્યો છે. ઝી 24 કલાકના મહાએક્ઝિટ પોલ (Exit Poll) ના તારણ મુજબ તમામે તમામ 6 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (BJP) જીતશે. અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા (Dhavalsinh Zala) સહિતના ભાજપના ઉમેદવારો સિક્સ લગાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી 24 કલાકના મહાએક્ઝિટ પોલ મુજબ ખેરાલુ, અમરાઈવાડી, લુણાવાડા બેઠક પર BJP જીતશે. પેટાચૂંટણીમાં ભાજપ જીતની સિક્સર લગાવવા જઈ રહ્યું છે. ZEE 24 કલાકના મહાએક્ઝિટ પોલમાં કોંગ્રેસને 1 પણ બેઠક નથી મળી રહી. તો બીજી તરફ, એનસીપીના ઉમેદવારોની મહેનત પણ રંગ નથી લાવી રહી. રાજ્યની તમામ છ બેઠક ભાજપના ઉમેદવારોના ફાળે જતી હોવાથી ZEE 24 કલાકના મહાએક્ઝિટ પોલમાં અન્યનાં સૂપડાં પણ સાફ થતાં દેખાઈ રહ્યાં છે.



ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી છ બેઠક પર ગઈકાલે મતદાન થયું હતું. ગુજરાત વિધાનસભાની અમરાઈવાડી, થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ અને લુણાવાડા એમ છ બેઠકોની પેટા ચૂંટણી માટે મતદારોએ પોતાનો કિંમતી મત આપ્યો, જેમાં સરેરાશ 55 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન થરાદ અને સૌથી ઓછું મતદાન અમરાઈવાડીમાં નોંધાયું છે. 


  • થરાદમાં 68.95 ટકા

  • રાધનપુરમાં 62.95 ટકા

  • બાયડ 57.81 ટકા

  • લુણાવાડા 47.54 ટકા

  • ખેરાલુ 42.81 ટકા

  • અમરાઈવાડીમાં 31.53 ટકા 


સૌથી મોટું ફોકસ રાધનપુર અને બાયડ પર
આ પેટાચૂંટણીમાં સૌની નજર રાધનપુર અને બાયડ બેઠક પર છે. રાધનપુરમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટાઇને પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રઘુ દેસાઇ વચ્ચે કાંટે કી ટક્કર છે. રાધનપુર બેઠક પર કુલ 10 ઉમેદવારો છે. આવી જ ટક્કર બાયડમાં પણ છે. અહીં ગત વખતના કોંગ્રેસના અને હાલ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસના જશુભાઇ પટેલ વચ્ચે સીધો જંગ છે, અહીં 7 ઉમેદવારો મેદાનમાં છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :