ઝી 24 કલાક મહાસન્માન 2019 : ગુજરાતના ઉદ્યોગ જગતના મહાનાયકોનું બહુમાન કરશે CM
ગુજરાતીઓના લોહીમાં વેપાર છે. આગવી કોઠાસૂઝ, નિર્ણય શક્તિ, સાહસિકતા જેવા અનેક ગુણો દરેક ગુજરાતીને એક અચ્છો બિઝનેસમેન બનાવવા પ્રેરે છે. ગુજરાતી ઉદ્યોગપતિઓનો ડંકો સાત સમુંદર પાર વાગે છે. વહાણ લઈને વેપાર ઉદ્યોગ કરવા અનેક દેશો સુધી પહોંચી ગયેલા ગુજરાતીઓની શૌર્યગાથાથી ગુજરાતનો ઈતિહાસ જાજરમાન છે. ત્યારે આવા જ ખમીરવંતા ઉદ્યોગપતિઓ, જેઓએ ગુજરાતને આગવી ઓળખ આપી છે, જેઓએ ગુજરાતનો ડંકો વગાડ્યો છે, તેવા ઉદ્યોગ જગતના મહાનાયકોને આવતીકાલે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી બિરદાવશે.
અમદાવાદ :ગુજરાતીઓના લોહીમાં વેપાર છે. આગવી કોઠાસૂઝ, નિર્ણય શક્તિ, સાહસિકતા જેવા અનેક ગુણો દરેક ગુજરાતીને એક અચ્છો બિઝનેસમેન બનાવવા પ્રેરે છે. ગુજરાતી ઉદ્યોગપતિઓનો ડંકો સાત સમુંદર પાર વાગે છે. વહાણ લઈને વેપાર ઉદ્યોગ કરવા અનેક દેશો સુધી પહોંચી ગયેલા ગુજરાતીઓની શૌર્યગાથાથી ગુજરાતનો ઈતિહાસ જાજરમાન છે. ત્યારે આવા જ ખમીરવંતા ઉદ્યોગપતિઓ, જેઓએ ગુજરાતને આગવી ઓળખ આપી છે, જેઓએ ગુજરાતનો ડંકો વગાડ્યો છે, તેવા ઉદ્યોગ જગતના મહાનાયકોને આવતીકાલે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી બિરદાવશે.
ગુજરાતભરના નામાંકિત એમએસએમઈ ઉદ્યોગપતિઓની સરાહનીય કામગીરીની બિરદાવવા માટે આવતીકાલે ઝી 24 કલાક કલાક દ્વારા આયોજિત ‘મહાસન્માન 2019 - એક શામ ઉદ્યોગ સાહસિકોને નામ’ કાર્યક્રમ ગુજરાતના ઉદ્યોગ સાહસિકો માટે અનેરો અવસર બનીને આવશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ સાહસિકોને સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે ઝી મીડિયાના સીઈઓ પુરુષોત્તમ વૈષ્ણવ, ઝી 24 કલાકના એડિટર દિક્ષીત સોની સહિત ગુજરાતના વિવિધ ક્ષેત્રોના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ આવતીકાલે સાંજે 7.00 કલાકે હોટલ હયાત, ઉસ્માનપુરા, અમદાવાદ ખાતે યોજાશે.
કહેવાય છે કે, સારો વેપાર કરવા માટે માત્ર સારો આઈડિયા જ નહિ, પરંતુ ધગશની પણ એટલી જ જરૂર હોય છે. ત્યારે ઝી 24 કલાક દ્વારા સન્માનિત કરવામાં આવનાર ઉદ્યોગપતિઓ એવા છે, જેઓએ શૂન્યમાંથી સર્જન કર્યું છે. આકરી મહેનતથી પોતાનું બિઝનેસ સામ્રાજ્ય વિકસાવ્યું છે. ત્યારે ઝી 24 કલાક દ્વારા દર વર્ષે ઉદ્યોગ સાહસિકોને સન્માનિત કરવામાં આવે છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :