અમદાવાદઃ ગુજરાતીઓના લોહીમાં સદીઓથી વેપાર વણાયેલો છે. ગુજરાતની ઉદ્યોગપતિઓ દેશ-વિદેશમાં ફેલાયેલા છે. દેશાંતર પાર પણ ગુજરાતીઓએ પોતાની કોઠાસૂઝ વડે વેપાર-ધંધામાં કાઠું કાઢેલું છે. વહાણ લઈને વેપાર-ધંધો કરવા અનેક દેશો સુધી પહોંચેલા ગુજરાતીઓની જાજરમાન શૌર્યગાથાથી ગુજરાતનો ઈતિહાસ ભરેલો છે. આવા જ ખમીરવંતા ઉદ્યોગપતિઓનું ઝી 24 કલાક દ્વારા ગુરૂવારે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે 'મહાસન્માન' કરાયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના MSME ક્ષેત્રના સાહસિક ઉદ્યોગપતિઓનું સન્માન કરવા માટે ઝી 24 કલાક દ્વારા ગુરૂવારે અમદાવાદના ઉસ્માનપુરામાં આવેલી હોટલ હયાત ખાતે સાંજે 7.00 કલાકે ‘મહાસન્માન 2019 - એક શામ ઉદ્યોગ સાહસિકોને નામ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઝી મીડિયાના સીઈઓ પુરુષોત્તમ વૈષ્ણવ, ઝી 24 કલાકના એડિટર દિક્ષીત સોની, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, અમુલના ચેરમેન આર.એસ. સોઢી, અમદાવાદના મેયર બિજલબેન પટેલ સહિતના ગુજરાતના વિવિધ ક્ષેત્રોના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 


આ પ્રસંગે ઝી 24 કલાકના સીઈઓ પુરુષોત્તમ વૈષ્ણવે જણાવ્યું કે, "હું રાજસ્થાનથી આવું છુ. રાજસ્થાન અને ગુજરાતની ધરતીમાં ખાસ વાત છે. કોઈ કહે છે કે, અહીંની માટી સોનું ઉગાડે છે. ગુજરાતની ધરતી ઉદ્યોગપતિઓને જન્મ આપે છે. હું આપ સૌનું ગુજરાતની પ્રગતિમાં યોગદાન આપવા બદલ અભિવાદન કરું છું. ગુજરાતની પ્રગતિમાં તમારું અપ્રતિમ યોગદાન છે. તમે ઉદ્યોગ સાહસિક રાજ્ય અને દેશના અર્થતંત્રની ધમની છો. એમએસએમઈ ઉદ્યોગો ઘણી વખત ધ્યાનમાં આવતા નથી, પરંતુ ગુજરાત સરકારનાં પ્રયાસોના કારણે આ ઉદ્યોગો આજે અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર બનેલા છે. ગુજરાતના આ ઉદ્યોગ સાહસિકોના પરિણામે જ ગરીબોના ઘરનો ચૂલો સળગે છે. તમને સૌને ખુબ-ખુબ અભિનંદન. ગુજરાતની ધરતીના આ ખમીરવંતા ઉદ્યોગપતિઓનું હું સ્વાગત કરું છું."


ઝી 24 કલાક મહાસન્માન : પીએમ મોદીના 'નયા ભારત' નિર્માણમાં ગુજરાત રોલ મોડલ બને- સીએમ રૂપાણી


11. શ્રી યતીન એસ. ગુપ્તે, ચેરમેન અને એમડી, વાર્ડવિઝાર્ડ સોલ્યુશન્સ ઈન્ડિયા પ્રા. લી. 
12. શ્રી સુરજકુમાર રમેશભાઈ વાઘાણી, ડિરેક્ટર, આર.ડી. ગોલ્ડન જ્વેલ્સ પ્રા. લી. 
13. શ્રી આશિષ પટેલ, એમડી, સિનેજર્સ ટાઈલ્સ લી.
14. શ્રી હિમાંશુ એસ. શાહ, ચેરમેન, હેસ કન્સ્ટ્રક્શન કંપની લી. 
15. ડો. પ્રાર્થના મહેતા, એમ.ડી. આયુર્વેદ, પ્રાર્થના ક્લિનિક


16. શ્રી અંકિત ગાંધી, શ્રી સંજય ગાંધી, ડિરેક્ટર અને સીઈઓ, અંકિત ટેક્સો ઈનોવેસન્સ પ્રા. લી.
17. શ્રી ભાવેશભાઈ કાકડિયા, એમડી, જિયા ઈકો પ્રોડક્ટ્સ લી. 
18. શ્રી રૂચી એન. ચોક્સી, ડિરેક્ટર, વિવિઆના પાવર ટેક પ્રા. લી.
19. શ્રી ભરત પંચાલ, સંસ્થાપક, ભરત પંચાલ એજ્યુકેશન પ્રા. લી.
20. શ્રી વિશાલ કે. રામચંદાની, ડિરેક્ટર, બી.એમ. રોડલાઈન પ્રા. લી.


21. શ્રી પિંકેશ પટેલ, ડિરેક્ટર, મહેશ ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લી.
22. શ્રી ભાસ્કર રાઠોડ, એમડી, ડ્રીમ ડેકોર ફર્નિચર
23. શ્રી જીતુ વિજય અને ડો. રાજીવ વિજય, ડિરેક્ટર્સ, આર.જે. વિઝન પ્રા. લી.
24. શ્રી ત્રિકમભાઈ આર. પટોલિયા, ડિરેક્ટર, કર્ણાવતી (આરએમસી) ઈન્ફ્રા
25. શ્રી તરુણ મોરખિયા અને સ્વેતા ભટનાગર, એમડી, પ્લસ ફેશન હબ


26. શ્રી.જતીન ગાંધી અને શ્રી. ભાર્ગવ ગાંધી, મેનેજિંગ પાર્ટનર, ટેલેન્ટ હેલ્થકેર ગ્રૂપ ઓફ કંપનીઝ 
27. શ્રી બંદીશ એ. શાહ, એમડી, ઓરસંગ ઈકો ટૂરિઝમ પ્રમોટર્સ
28. શ્રી નિકેતા ઠાકર, સેલિબ્રિટી ડિઝાઈનર
29. શ્રી મૃદુલ રાવલ, ડિરેક્ટર, એલડીઆર ઈન્ટરનેશનલ સ્કૂલ
30. શ્રી મયંક શાહ, પાર્ટનર, શાહ એક્ઝીમ


કહેવાય છે કે, સારો વેપાર કરવા માટે માત્ર સારો આઈડિયા જ નહિ, પરંતુ ધગશની પણ એટલી જ જરૂર હોય છે. ઝી 24 કલાક દ્વારા આવા જ શૂન્યમાંથી સર્જન કરનારા ઉદ્યોગપતિઓનું મહાસન્માન કરવામાં આવ્યું હતું. તેમણે આકરી મહેનતથી પોતાનું બિઝનેસ સામ્રાજ્ય વિકસાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઝી 24 કલાક દ્વારા દર વર્ષે ઉદ્યોગ સાહસિકોનું આ રીતે સન્માન કરાય છે. 


જુઓ LIVE TV....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....