અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાવાનું છે. જ્યારે ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. આ વચ્ચે ઝી 24 કલાકે ચૂંટણીને લઈને રાજ્યમાં સૌથી મોટો સર્વે કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી 24 કલાકનો મોટો સર્વે
ગુજરાતની ચૂંટણી પહેલા ઝી 24 કલાકે 33 જિલ્લામાં બે લાખ જેટલા લોકો પાસે પહોંચીને તેનો મત જાણવાનો પ્રયાસ કર્યો છે. અમે મહિલા, પુરૂષ વર્ગમાં કઈ પાર્ટી પસંદ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ સિવાય ઉંમર વર્ગ પ્રમાણે લોકો કઈ પાર્ટીને પસંદ કરી રહ્યાં છે, ઝી 24 કલાકના સર્વેમાં રસપ્રદ આંકડા સામે આવ્યા છે. 


આ પણ વાંચોઃ Opinion Poll: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કામથી લોકો કેટલા સંતુષ્ટ? જાણો જવાબ


પુરુષ મતદારોની પસંદ કોણ છે?
ભાજપ        42%
કોંગ્રેસ        46%
AAP        7%
કહી ન શકાય/અન્ય    5%


મહિલા મતદારોની પસંદ કોણ છે?
ભાજપ        58%
કોંગ્રેસ        24%
AAP        11%
કહી ન શકાય/અન્ય    7%


આ પણ વાંચોઃ Opinion Poll: કયું પરિબળ જોઈને લોકો આપે છે મત? જ્ઞાતિ પ્રમાણે કઈ પાર્ટી પસંદ, જાણો


ઉંમર પ્રમાણે મતદારોની પસંદ કોણ છે?
ઉંમર    ભાજપ    કોંગ્રેસ    AAP    અન્ય
18-25    37%    33%    15%    15%
26-35    49%    34%    9%    8%
36-50    54%    36%    7%    3%
51-60    52%    34%    8%    6%
61થી ઉપર    54%    36%    4%    6%
કુલ    49%    35%    9%    8%


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube