અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાવાનું છે. જ્યારે ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. આ વચ્ચે ઝી 24 કલાકે ચૂંટણીને લઈને રાજ્યમાં સૌથી મોટો સર્વે કર્યો છે. રાજ્યમાં કઈ પાર્ટીને કેટલી સીટ મળશે? તમે પણ જાણો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી 24 કલાકનો સૌથી મોટો સર્વે
ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાકે રાજ્યના 33 જિલ્લામાં ત્રણ પદ્ધતિથી બે લાખ લોકોને મળીને સૌથી મોટો સર્વે કર્યો છે. આ સર્વેમાં ગુજરાતની યોજાનારી ચૂંટણીમાં કઈ પાર્ટીને સત્તા મળશે તે સવાલ કરવામાં આવ્યો હતો. 


ભાજપની સત્તામાં વાપસી
ઝી 24 કલાકના સર્વે પ્રમામે ગુજરાતની સત્તામાં ભારતીય જનતા પાર્ટીની વાપસી થઈ રહી છે. ઝી 24 કલાકના સર્વેમાં સામે આવ્યું કે ભાજપને 124થી 139 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 42થી 51 સીટ મળી શકે છે. તો આ વર્ષે જોરશોરથી ગુજરાતની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીના ખાતામાં માત્ર 0-3 સીટ આવી શકે છે. તો અન્યને 1થી 4 સીટ મળી શકે છે. 


આ પણ વાંચોઃ Opinion Poll: મુખ્યમંત્રી તરીકે પહેલી પસંદ કોણ? સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા


કયા પક્ષને કેટલી બેઠકો મળશે?
ભાજપ    124 થી 139
કોંગ્રેસ    42 થી 51
AAP    0 થી 3
અન્ય    1 થી 4


મત મળવામાં પણ ભાજપ આગળ
ઝી 24 કલાકના સર્વે પ્રમાણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના 50 ટકા જેટલા મત મળી શકે છે. બીજા સ્થાને કોંગ્રેસ પાર્ટી છે, જેને 35 ટકા જેટલા મત મળી શકે છે. એટલે કે કોંગ્રેસ પાર્ટીને 2017ની ચૂંટણી પ્રમાણે મતમાં બે ટકા જેટલું નુકસાન થઈ શકે છે. નોંધનીય છે કે 2017ની ચૂંટણીમાં ભાજપને 99 સીટ અને 47.85 ટકા મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 77 સીટ અને 38.93 ટકા મત મળ્યા હતા. 


આ પણ વાંચોઃ Zee 24 Kalak Opinion Poll: ઝોન પ્રમાણે કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? તમે પણ જાણો


કયા પક્ષને કેટલા ટકા મત મળી શકે?
ભાજપ        49.95%
કોંગ્રેસ        35.30%
AAP        8.9%
અપક્ષ        2.6%
અન્ય + નોટા    3.25%


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube