અમિત રાજપૂત/અમદાવાદ: અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે ચાલી રહેલી પોલમપોલ મામલે ઝી 24 કલાક દ્વારા સીટનાં સોદાગર નામથી વિશેષ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ઝી 24 કલાકનાં પ્રસારિત થયેલા સ્ટીંગ ઓપરેશન બાદ રેલ્વે તંત્ર સફાળું જાગ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્ચિમ રેલ્વેનાં અમદાવાદ મંડળ દ્વારા ઉચ્ચ-સ્તરીય બેઠક કરવામાં આવી હતી. બેઠક બાદ તાત્કાલિક આરપીએફ અને જીઆરપીએફનાં અધિકારીઓને સ્ટીંગ ઓપરેશનમાં દેખાતા તત્વો સામે ગુન્હો નોધી કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. આરપીએફ અને જીઆરપીએફની અલગ અલગ ટીમો દ્વારા ત્વરિત એક્શન લઈને અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે સઘન ચેકિંગ શરુ કરવામાં આવ્યું હતું.



રેલ્વે તંત્રે પણ સ્વીકાર્યું હતું કે, રાજધાની એક્સપ્રેસનાં કોચ અટેન્ડેટ સ્ટાફની સંડોવણી સામે આવી છે અને તેમની સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને સ્ટીંગમાં દેખાતા કુલી, ટીકીટ દલાલ સામે પણ કાર્યવાહી કરવા આરપીએફ અને જીઆરપીએફની ટીમો કામે લગાડી દેવામાં આવી છે.


જુઓ LIVE TV