School Timings Changes Update : રાજકોટની એક વિદ્યાર્થીનું ચાલુ ક્લાસમાં હાર્ટએટેક આવતા મોત નિપજ્યુ હતું, આ મોત કડકડતી ઠંડીને કારણે થયું હતું. ત્યારે ઝી 24 કલાકે શાળાઓની મનમાનીની પોલ ખોલી હતી. જેમાં ગુજરાતની અનેક શાળાઓ સ્કૂલનાં બાળકોને સ્કૂલ તરફથી નક્કી કરેલું સ્વેટર પહેરવાનો જ આગ્રહ રાખે છે. ત્યારે રાજકોટમાં વિદ્યાર્થિનીના મોત મામલે ઝી 24 કલાકના અહેવાલની અસર જોવા મળી છે. રાજ્ય સરકારે આ અંગે રિપોર્ટ માંગ્યો છે. વિદ્યાર્થીનીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આ અંગે કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે અને પગલાં પણ લેવાઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્કૂલના શિક્ષકો અને આચાર્ય ભલે જેકેટ પહેરીને શાળામાં આવતા હોય પરંતુ નાનાં બાળકોએ આવી કડકડતી ઠંડીમાં પણ એ પાતળું સ્વેટર પહેરીને જ સ્કૂલે જવું પડે છે. જેને શાળાઓએ સ્કૂલ યુનિફોર્મના નામે નક્કી કરી રાખ્યું છે. જો નાનાં ભૂલકાંઓ જેકેટ પહેરીને જાય કે ડબલ સ્વેટર પહેરીને જાય તો પણ આ સંવેદનહીન શાળાઓ વિદ્યાર્થીઓને સજા કરવાની ચીમકી આપે છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓને યુનિફોર્મના ભાગરૂપે ફરજિયાતપણે જર્સી જેવું સ્વેટર પહેરીને શાળાએ જવાનું હોવાથી વાલીઓ પણ મજબૂર છે કે ઠંડીથી પોતાનાં બાળકોનું રક્ષણ તેઓ કેવી રીતે કરે? ત્યારે ZEE 24 કલાકના અહેવાલના કેબિનેટમાં પડઘા હતા. ઠંડીમાં શાળા સંચાલકોની મનમાનીની સરકારે નોંધ લીધી છે. રાજકોટમાં ઠંડીથી મોત મામલે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. રાજકોટમાં વિદ્યાર્થીનીના મોત મામલે સરકારે વિગતો માંગી છે. વિદ્યાર્થીનીના મોતનો PM રિપોર્ટ આવ્યા બાદ કોણ નિર્ણય લેવાઈ શકે છે. મૃત્યુની ઘટનામાં PM રિપોર્ટ બાદ રાજ્ય સરકાર પગલા લઈ શકે પગલા છે. 



તો બીજી તરફ, ઠંડીના લીધે સ્થાનિક જરૂરિયાત પ્રમાણે સ્કૂલના સમયમાં ફેરફાર કરવાના આદેશ આપ્યા છે. સરકારે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સ્થાનિક ઠંડીની અસર મુજબ શાળના સમયમાં ફેરફાર કરવાની સૂચના આપી છે. ઠંડીને ધ્યાને રાખી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સુચના અપાઈ. સ્થાનિક જરુરીયાત અનુસાર શાળાના સમયમા બદલાવ સૂચના કરાઈ. રાજ્યમા ચાલી રહેલ કોલડવેવના પગલે વિભાગે જિલ્લાઓને આ સુચના આપી.