Gujarat Elections 2022 : ગુજરાતમાં 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. આ જંગ વચ્ચે ભારતીય જનતા પાર્ટી કયા મુદ્દાઓને લઈને મેદાનમાં ઉતરી છે. એવુ કહેવાય છે કે, વિધાનસભાની ચૂંટણીઓ મુદ્દાઓના આધારે લડાય છે, ત્યારે ભાજપે 27 વર્ષમાં હંમેશા મુદ્દાઓના આધારે ચૂંટણી લડી છે. ત્યારે 2022 ની ચૂંટણી કયા મુદ્દાઓના આધારે લડાશે તે વિશે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ખુલીને વાત કરી. ઝી 24 કલાકના શીર્ષ સંવાદ કાર્યક્રમમાં એડિટર દીક્ષિત સોની સાથે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કરી ખાસ વાત. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમારો મુખ્ય મુદ્દે ભાજપ અને જનતા વચ્ચેનો સંબંધ 
મુદ્દાની રાજનીતિ વિશે હર્ષ સંઘવીએ કહ્યું કે, ચૂંટણીનો અમારો મુખ્ય મુદ્દો હોય તો સંબંધનો છે. 27 વર્ષનો અમારો અવિરત સંબંધ. ગુજરાતના જનતા અને ભાજપ. આ એક સિક્કાના બે બાજુ. વિકાસ માટે ભાજપે અંબાજીથી લઈને ડાંગ, સૌરાષ્ટ્રથી લઈને છેવાડા સુધી વિકાસના કામ કર્યાં છે. ભાજપ દ્વારા મતના ધ્રુવીકરણ માટે મુદ્દા ઉભા કરાતા હોય છે તેવા વિપક્ષના પ્રહાર વિશે તેમણે વાત કરી કે, રામમંદિર બની ગયું છે, 370 કાશ્મીરમાંથી હટી ગઈ છે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. રામમંદિર, 370 કલમ વખતે કોઈ ચૂંટણી ન હતી. લોકોને એકસમાન કાયદો આપવામાં ખોટુ શું છે. 


5 વર્ષમાં 17 ગણી સંપત્તિ વધી? 
આ બાબતે હું તમારો આભાર માનુ છુ કે, મને પહેલીવાર આ બાબત ક્લિયર કરવાનો મોકો મળ્યો. સંપત્તિ લોન માઈનસ કરીને ગણાતી હોય છે. તેમાં માત્ર 8 કરોડ 40 લાખની લોન તેઓ માઈનસ કરવાનું ભૂલી ગયા છે. મારી વિનંતી છે કે, મારા ફોર્મની સંપૂર્ણ રીતે તપાસ કરવી જોઈએ. તેના બાદ માહિતી લોકો સમક્ષ મૂકવી. મેનુપ્યુલેટ કરીને ન મૂકવું. આ જાણી જોઈને ખોટી રીતે રજૂ કરાયેલો વિષય છે. 


GPSC ક્લાસ-1-2 અને તલાટીની પરીક્ષાની તારીખ બદલાશે
ZEE 24 કલાકના શીર્ષ સંવાદમાં ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ મોટી વાત કરી હતી. GPSC ક્લાસ-1-2 અને તલાટીની પરીક્ષા એક જ દિવસે છે. જે તારીખોને લઈને વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઝી 24 કલાકના મંચ પરથી કહ્યું કે, પરીક્ષાની તારીખો મામલે યોગ્ય નિર્ણય આવી જશે. પરીક્ષાની તારીખ એક જ હોય તો GPSC અને ગૌણ સેવાને વિચારવું જોઈએ. GPSC અને ગૌણ સેવા મંડળે સાથે બેસીને આની વ્યવસ્થા કરવી જોઈએ.



AAP ઉમેદવારો પાસેથી નાણાં માગે છે
AAPના ઉમેદવાર કંચન જરીવાલાએ કેમ ફોર્મ પાછું ખેંચ્યું તેનો જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, કંચન જરીવાલાએ ફોર્મ પાછું ખેંચ્યું તેમાં ભાજપનો હાથ નથી. પોતાની જ પાર્ટીથી તંગ આવીને જરીવાલાએ ફોર્મ પાછું ખેંચ્યું. આમ આદમી પાર્ટી ઉમેદવારો પાસેથી ઉઘરાણાં કરે છે. AAP ઉમેદવારો પાસેથી નાણાં માગે છે. AAP ના અનેક ઉમેદવારોને માઠો અનુભવ થયો છે. આમ આદમી પાર્ટીએ જૂઠું બોલવામાં કંઈ બાકી નથી રાખ્યું. આમ આદમી પાર્ટીએ જૂઠું બોલવાની તમામ હદો પાર કરી છે. 


આપ તમારા માટે કેટલો મોટો પડકાર છે
આ રાજ્યમાં કોગ્રેસે શંકરસિંહ સાથે પણ ચૂંટણી લડી, કેશભાઈ સાથે પણ ચૂંટણી લડી. પરંતુ ગુજરાતમાં ત્રીજા પક્ષને સ્વીકૃતિ મળી નથી. આ વર્ષે પણ ભાજપ અને કોંગ્રેસની ટક્કર થશે. 8 ડિસેમ્બરે ભાજપ સરકાર બનાવશે.


જૂના નેતાઓની નારાજગી કેટલી નડશે
મધુ શ્રીવાસ્તવ મારા વડીલ છે. તેમના દીકરાની ઉમર મારી જેટલી છે. વડીલ એવુ કહે કે તમે નાની ઉંમરની વ્યક્તિને મારી પાસે મોકલશો, તો સાચી વાત છે. મારા વિસ્તારના વડીલો પણ મને દીકરો કહે છે, અને રાજ્યના નાગરિકો પણ મને દીકરો કરે છે. તો મધુજી મારી પાર્ટીના આગેવાન છે. તેઓ દીકરો કહે તો કંઈ ખોટુ નથી. ભાજપ સહપરિવાર, સંયુક્ત પરિવાર છે. નાના મોટા નિર્ણયો દરેક વખતે લેવાતા હોય છે, મને પણ અચાનક ફોન આવે કે મારી જગ્યાએ ચૂંટણી બીજુ લડશે. તો બે ઘડી દુખ બધાને થાય. પરંતુ અમે પરિવાર સાથે આગળ વધીશું. આ બધુ ચૂંટણીની પરંપરા છે. 23 તારીખે આખુ ભાજપ એક થઈ છે.