ઝી ન્યૂઝ/સુરત: યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે ZEE 24 કલાક દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. જેમાં યુક્રેનમાં ફસાયેલ તમારા ગુજરાતી વિદ્યાર્થીઓનો અમે સંપર્ક કરાવીશું. તમારા સંતાન યુક્રેનમાં ફસાયું છે, તો અમારો સંપર્ક કરો. અમે સરકાર સુધી પહોંચાડીશું તમારી વાત, બનીશું તમારો અવાજ.. તમારી લાગણી અને વ્યથા સરકાર સુધી પહોંચાડીશું. યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે ZEE 24 કલાક દ્વારા બે નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જે આ પ્રમાણે છે. ફોન કરો- 07940602089 અને 07929705067 પર....આ નંબરો પર ફોન કરીને તમે યુક્રેનમાં ફસાયેલ તમારા સંતાન વિશે માહિતી આપો અમે તમારી મદદ કરીશું..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુક્રેનથી બે વિદ્યાર્થિની ગોંડલ પહોંચી, ભવ્ય સ્વાગત, માતા-પિતા દીકરીને ભેટી રડ્યા
ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ચિંતાના વાદળો ઘેરાયા છે ત્યારે ગુજરાત સહિત સમગ્ર ભારતમાંથી અનેકો લોકો અને વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા હોય ત્યારે ગોંડલની બે દીકરીઓ યુક્રેનમાં ફસાયેલી હતી. ગુજરાતના લોકો અને વિદ્યાર્થીઓને યુક્રેનથી રોમાનિયા બસ મારફત ખસેડાયા હતા અને ત્યાંથી દિલ્હી ફ્લાઈટ આવી પહોંચી હતી અને દિલ્હી થી ફ્લાઈટ દ્વારા રાજકોટ અને રાજકોટથી કાર દ્વારા ગોંડલ આવી પહોંચી હતી. ત્યારબાદ પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.



ગોંડલમાં મેડિકલ સ્ટોર ધરાવતા શૈલેષભાઈ દાફડાની પુત્રી દેવાંશી દાફડા અને દિપાલી ઓઇલ મીલ વાળા રાજેશભાઈ રામાણીની પુત્રી બંસી રામાણી યુક્રેનમાં યુદ્ધના માહોલ વચ્ચે ફસાયેલ હતી. ત્યારબાદ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને એમબીસી હરકતમાં આવી હતી. શનિવારની રાત્રિના એમબીસીની ગાઈડલાઈન મુજબ યુક્રેનથી બસ મારફતે રોમાનિયા દેશ લઈ જવામાં આવ્યા હતા. બાદમાં ત્યાંથી પ્લેન મારફત દિલ્હી પહોંચતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગોંડલની બંને દીકરીઓ સોમવારે સવારે ગોંડલ આવી પહોંચી હતી.



પરિવારજનો દ્વારા ફુલહારથી વેલકમ લખવામાં આવ્યું હતું. ઘરને ફુગ્ગાનો શણગાર કરવામાં આવ્યો હતો. પરિવારજનો દ્વારા આરતી ઉતારી મોં મીઠું મોઢું કરાવીને કેક કાપીને આવકાર કરવામાં આવ્યો હતો. પરિવારજનોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube