VIDEO ઝી 24 કલાકનો ખાસ અહેવાલ `એસટીમાં એજન્ટ રાજ`, બસ સ્ટેશન પર ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ
`સલામત સવારી, એસટી અમારી` આ સ્લોગન આપે સાંભળ્યું હશે. ગુજરાતની સહુથી મોટી ટ્રાન્સપોર્ટ સેવા પર સહુથી મોટો ખુલાસો આજે અમે કરી રહ્યાં છીએ. ખુલાસા બાદ એસટી નિગમનાં અધિકારીઓ, વાહન - વ્યવહાર મંત્રીની ખુરશી ચોક્કસપણે હલી જશે. આ સહુથી મોટો ખુલાસો કરવાનો હેતુ માત્ર, રાજ્ય સરકારની તિજોરીને નુકશાન ન થાય તે છે અને ઝી ૨૪ કલાક ગુજરાતની જવાબદાર ચેનલ હોવાની જવાબદારી નિભાવી રહી છે. જુઓ ઝી ૨૪ કલાકના વિશેષ અહેવાલ ને....
અમિત રાજપૂત, અમદાવાદ: 'સલામત સવારી, એસટી અમારી' આ સ્લોગન આપે સાંભળ્યું હશે. ગુજરાતની સહુથી મોટી ટ્રાન્સપોર્ટ સેવા પર સહુથી મોટો ખુલાસો આજે અમે કરી રહ્યાં છીએ. ખુલાસા બાદ એસટી નિગમનાં અધિકારીઓ, વાહન - વ્યવહાર મંત્રીની ખુરશી ચોક્કસપણે હલી જશે. આ સહુથી મોટો ખુલાસો કરવાનો હેતુ માત્ર, રાજ્ય સરકારની તિજોરીને નુકશાન ન થાય તે છે અને ઝી ૨૪ કલાક ગુજરાતની જવાબદાર ચેનલ હોવાની જવાબદારી નિભાવી રહી છે. જુઓ ઝી ૨૪ કલાકના વિશેષ અહેવાલ ને....
ગુજરાતીઓની ધોરી નસ સમાન એસટી બસને ઘબકતી રાખવા ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીને ચલાવવામાં આવી રહી છે. એક તરફ નિગમનાં કર્મચારીઓ પોતાન પગાર અને અન્ય માંગણીઓને લઈને હડતાલ પર ઉતરતા હોય છે. બીજી તરફ, એસટી નિગમને ઉંડા ખાડામાં નાખવાનો કારસો એસટી નિગમનાં સત્તાધીશો દ્વારા જ ચલાવવામાં આવી રહ્યો છે. એસટી નિગમનાં સેટિંગબાજ અધિકારીઓ અને ખાનગી બસનાં ઓપરેટરો ખુલ્લેઆમ સરકારી બસ સ્ટેશનને પોતાનું બસ સ્ટેશન માનીને મનમાની કરી રહ્યા છે. આજે આપની સામે એસટી બસ સ્ટેશન પર ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ
ઝી 24 કલાકના સંવાદદાતા અમિત રાજપૂત અમદાવાદનાં ગીતા મંદિર ખાતે આવેલા એસટી બસ સ્ટેશન ખાતે ગોરખધંધાનો પર્દાફાશ પહોચ્યા હતા. એસટી સ્ટેન્ડ પર જોવા મળેલા ચહેરા એસટી નિગમનાં કર્મચારી નથી. આ તમામ ચહેરા ખાનગી બસ ઓપરેટરોનાં દલાલ છે. જેમનું કામ એસટી બસ સ્ટેશનથી મુસાફરોને પોતાની ઝાળમાં ફસાવીને બસ સ્ટેશનની બહાર લઇ જઈને ખાનગી બસ કે વાહનમાં બેસાડી ખાનગી ઓપરેટરો પાસેથી માથાદીઠ પોતાનું કમીશન લઇ લેવાનું હોય છે. એસટી બસ સ્ટેશન પર ફરતા આ તમામ દલાલો ખાનગી ઓપરેટર અને એસટી નિગમનાં સત્તાધીશોનાં આશીર્વાદથી મુસાફરોને ફસાવી, એસટી બસ સેવાની ખરાબ હાલત અને કેટલાક કિસ્સામાં જબરજસ્તી કરીને બસ સ્ટેશનથી બહાર લઇ જાય છે.
હવે જુઓ ઝી ૨૪ કલાકનાં સ્ટીંગ ઓપરેશન 'સલામત મુસાફરી ને...
'રિપોર્ટર અને દલાલ વચ્ચેના સંવાદ માટે જુઓ વીડિયો...
ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...