અમદાવાદ :ઝી મીડિયા ગ્રૂપની એક પરંપરા રહી છે. સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા મહાનુભાવો, યુવાઓ, હસ્તીઓની સરાહનીય કામગીરીને બિરદાવાનો મોકો ક્યારેય ચૂકતુ નથી. ગુજરાતના નસ-નસમાં વહેતા ઔદ્યોગિક ક્ષેત્રે એવોર્ડ આપ્યા બાદ હવે ZEE 24 કલાક આરોગ્ય ક્ષેત્રે વિશેષ કામગીરી કરનાર શ્રેષ્ઠીઓને મહાસન્માન આપવા જઈ રહ્યું છે. ગુજરાતની જનતા માટે તંદુરસ્તીનો મહાયજ્ઞ ચલાવતા મહાનુભાવોને આજે ZEE 24 કલાકના માધ્યમથી સન્માનિત કરવામાં આવશે. ‘ZEE આરોગ્ય મહાસન્માન 2020’ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનારા લોકોનું સન્માન કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોને જીવનદાન આપનાર અને મેડિકલ ક્ષેત્રે વિશેષ યોગદાન પ્રદાન કરનારી હસ્તીઓને આજે ખાસ સન્માનિત કરવામાં આવશે. ‘ZEE આરોગ્ય મહાસન્માન 2020’  કાર્યક્રમ હોટલ હયાત, ઉસ્માનપુરા ખાતે સાંજે 6.00 કલાકે યોજાશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઝી 24 કલાકના સીઈઓ પુરુષોત્તમ વૈષ્ણવ તથા ઝી 24 કલાકના એડિટર દિક્ષીત સોની ઉપસ્થિત રહેશે. જેના બાદ નાયબ મુખ્યમંત્રી આરોગ્ય ક્ષેત્રના દિગ્ગજોનું સન્માન કરશે. ZEE 24 કલાક ચેનલ પર ‘આરોગ્ય મહાસન્માન’ કાર્યક્રમનું પ્રસારણ સાંજે 6 વાગ્યાથી લાઈવ જોવા મળશે.


ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઝી 24 કલાક દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતમાં આગવુ પ્રદાન કરનારા મહાનુભાવોને એવોર્ડથી નવાજ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક