ZEE મંચ ગુજરાત : કોંગ્રેસને યાદ કરીને અલ્પેશ ઠાકોરે કહ્યું, ‘જવા દો હવે, છોડ આયે વો ગલિયા’
Gujarat Elections 2022 : ZEE મીડિયાના મંચ પર જામ્યું રાજકીય દંગલ... કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓની હાજરી... ZEE 24 કલાક પર જુઓ દિવસભર ZEE મંચ ગુજરાત...
Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મહાસંગ્રામ જામ્યો છે ત્યારે ZEE મીડિયાએ તૈયાર કર્યો છે ગુજરાતનો રાજકીય મંચ. જ્યાં આજે દિવસભર થશે ગુજરાતની રાજનીતિ પર સવાલ-જવાબ. ZEE મીડિયાના મંચ પર આજે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ હાજરી આપવાના છે. તો આજે દિવસભર ઝી 24 કલાક પર જોવાનું ચૂકતા નહીં... ઝી મંચ ગુજરાત... જ્યાં તમારા મુદ્દાની વાત થવાની છે, તમારા હકની વાત થવાની છે અને રાજકીય પક્ષો જનતા માટે શું કરવા માગે છે તેની વાત થવાની છે. ZEE મંચ ગુજરાતમાં ભાજપના દિગ્ગજ નેતા અલ્પેશ ઠાકોરે ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોની સાથે ખાસ વાતચીત કરી.
2017 અને 2022 માં શુ બદલાયું?
2017 નુ વર્ષ આંદોલનનું વર્ષ હતું. 2022 માં ચૂંટણી શાંત છે. ક્યાંય તામઝામ નથી. ઈલેક્શન દર વખતે આવે છે, જેમાં સરકાર પોતાના જૂના કામ લઈને આવે છે. તો ઓપોઝિશન પોતાના એજન્ડા લઈને આવે છે. ભાજપ 27 વર્ષમાં પોતાના કામ લઈને આવ્યું છે. કોંગ્રેસ પાસે કોઈ એજન્ડા નથી. અબકી બાર, સૌના મોઢે ભાજપા છે.
પહેલા તમે કોંગ્રેસને કેમ પસંદ કર્યું, અને બાદમાં ભાજપ, એવું કેમ
અમે આંદોલનના ચહેરા હતા. સરકારની નીતિ અને અમારી માંગો માટે વિપક્ષનો હાથ પકડ્યો હતો. તેઓએ અમને કમિટમેન્ટ આપ્યુ હતું કે, અમે તમારા મુદ્દા માટે લડીશું. જનતા વિશે જઈશું. પણ અમે કોંગ્રેસમાં જઈને જોયુ તો, તેઓ માત્ર ચૂંટણી સમયે જ લોકોની વચ્ચે જાય છે. અમે કહ્યુ હતું કે આ રીતે લોકોની ભલાઈ નહિ થાય. આ માટે જનઆંદોલન પણ કરવા પડશે. અમે કોંગ્રેસમાં રહેવા ઈચ્છતા હતા. પરંતુ ત્યાં નેતાઓના અંદરોઅંદર ઝઘડા છે. તેઓ ન લોકો માટે વિચારે છે અને લોકો માટે ન તો લડવાની ભાવના છે. તેઓ મતદારોને જાતિ-ધર્મના આધારે વહેંચે છે અને ઈલેક્શન જીતુ જઈશું તેવુ વિચારે છે. ત્રણ આંદોલનકારી તેમની પાસે હતા. પરંતુ નવા લીડર અને માસ લીડરને તેઓ પચાવી શક્તા નથી. પેઢી દર પેઢી એવુ જ માને છે કે, મારા બાદ મારો દીકરો ખુરશી પર આવશે.
છોડ આએ વો ગલીયા...
કોંગ્રેસ સાથે મોહભંગ મારો જલ્દી થયો. રાહુલ ગાંધી સાથે પણ મારા સંબંધ સારા થયા હતા. કોંગ્રેસ ઈલેક્ટેડ યુવાઓને લાવવાનું શરૂ કર્યું, આ કોઈ મલ્ટીનેશનલ કંપની થોડી છે. કોંગ્રેસમાં એ પાયો જ નાબૂદ થઈ ગયો, જેમાં નવી જનરેશન આવતી હતી. એના બદલે અમીરોના સંતાનો, નેતાઓના દીકરાઓ આવી રહ્યા છે. જવા દો હવે, છોડ આએ વો ગલિયા. હવે તેને શુ યાદ કરીએ. અંધારી ગલીઓને છોડીને ઉજળી ગલીઓમાં આવી ગયા છીએ.
અલ્પેશ ઠાકોર બહુ જ કન્ફ્યુઝ છે તેવું લોકો કહે છે, તમે આ વિશે શું કહેશો...
હુ પહેલેથી ભાજપમાં જવા ઈચ્છતો હતો, થોડો કન્ફ્યૂઝ હતો. જાના ઈસ ઓર થા, ઉસ ઓર ચલે ગએ. ભાજપ સાથે જ જવુ હતુ, અને તેની સાથે જ કામ કરવુ હતું. ભાજપમાં જવાના કારણો છે. 27 વર્ષ પહેલાનુ ગુજરાત લોકોએ જોયુ છે. ત્યારે ગુંડારાજ હતું. લોકોએ કરપ્ટ અને બદલાહીવાળુ ગુજરાત જોયુ છે. પરંતુ 27 વર્ષ જૂનુ ગુજરાત અલગ છે. આજે ગુજરાત રમખાણો ભૂલી ગયું છે.