પુલવામા શહીદોને ZEE મીડિયાના શત શત નમન, આજે તમારી 2 મિનીટ શહીદોને આપો
અત્યાર સુધી સરહદ પર તથા આતંકવાદી હુમલામાં માર્યા જતા શહીદ જવાનો માટે દેશભરમાં દુખ વ્યક્ત કરાતું. પરંતુ પુલવામા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 44 જવાનો બાદ દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. દરેક ભારતીયના મોઢે એક જ શબ્દો છે, હવે બદલો લેવાનો સમય આવી ગયો છે. પુલવામાનો બદલો લો....
ગુજરાત : અત્યાર સુધી સરહદ પર તથા આતંકવાદી હુમલામાં માર્યા જતા શહીદ જવાનો માટે દેશભરમાં દુખ વ્યક્ત કરાતું. પરંતુ પુલવામા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 44 જવાનો બાદ આતંકવાદ અને પાકિસ્તાન દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. દરેક ભારતીયના મોઢે એક જ શબ્દો છે, હવે બદલો લેવાનો સમય આવી ગયો છે. પુલવામાનો બદલો લો....
આવતીકાલની 2 મિનીટ શહીદોને આપો
પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા પરિવારોને પડખે આજે આખો દેશ ઉભો રહ્યો છે. તેમના શહીદોના પરિવારજનોને મદદ કરવા માટે દેશભરમાં સહાયનો અવાજ ઉઠ્યો છે. દેશ માટે શહીદી વહોરતા જવાનો અને તેમના પરિવારજનો સાથે આખો દેશ ઉભો છે તેવી પ્રતીતિ કરાવવાનો સમય હવે આવી ગયો છે. આવી ઘટનાઓ જ દેશમાં એકતા લાવે છે. આજે ભારતની ગલીઓમાં હિન્દુ-મુસ્લિમ એક થઈને શહીદોની શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. આવામાં જ ભારતીય સમાજની એકતાના દર્શન વિશ્વને થઈ રહ્યા છે. ત્યારે તમે પણ આ શહીદો માટે કંઈક કરી શકો છો. ZEE મીડિયા કોર્પોરેશન દ્વારા તમને એક નાનકડી અપીલ કરવામાં આવી છે. આવતીકાલે બપોરે 3 વાગ્યે તમામ દેશવાસીઓ 2 મિનીટનું મૌન પાળે તેવી ભાવભીની અપીલ કરવામાં આવી છે.
પુલવામામાં શહીદ થયેલા જવાનોની સાથે ZEE મીડિયા કોર્પોરેશન ઉભુ છે. અમે જવાનોની આ શહીદી માટે સંવેદનશીલ છીએ. તેથી જ અમારી આ સંવેદનામાં દેશભરના લોકો પણ જોડાયે તેવી એક અપીલ કરીએ છીએ. દરેક દેશભક્ત જો સાથે મળીને આગળ આવશે તો સરહદ પર આપણા માટે ચોકીપહેરો કરતા જવાનોમાં વધુ જુસ્સો આવશે. આપણી લડાઈ આતંકવાદ સામે છે, ત્યારે આપણું મૌનનું શસ્ત્ર જવાનોને પીઠબળ પૂરુ પાડી શકશે.