Gujarat Election 2022 Exit Polls Result : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં સત્તાવાર 64.39 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં તો સૌથી ઓછું અમદાવાદમાં મતદાન નોંધાયું છે. ત્યારે ZEE 24 કલાકના એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ફરીથી ડબલ એન્જિનની સરકાર બનશે. અમારા એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને 110થી 125 બેઠકો મળવાનું અનુમાન છે. તો ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપની સરકાર બનશે. પરંતું એક્ટિઝ પોલમાં લોકોને સૌથી વધુ રસ આમ આદમી પાર્ટી કેટલી બેઠકો જીતશે તેમાં છે. આપનું ગુજરાતમાં શું થશે તે જાણવાની તાલાવેલી છે. ત્યારે અમે તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં સરકાર બનાવવાનાં સપનાં જોતી આમ આદમી પાર્ટીને માત્ર ખાતું ખોલાવીને સંતોષ માનવો પડશે. એક્ઝિટ પોલ પ્રમાણે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં 1થી 5 બેઠકો મળવાનો અંદાજ છે. .


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે, હવે પરિણામોની રાહ જોવાઈ રહી છે. ત્યારે ભાજપ, આપ અને કોંગ્રેસે પોતાની જીતના દાવા કર્યા છે. મતદાન દરમિયાન અને મતદાન બાદ કોણે કેવા દાવા કર્યા એ તો આપણે જોઈ લીધું. વિધાનસભાની ચૂંટણીના પરિણામ આઠમી ડિસેમ્બરે એટલે કે ગુરુવારે આવશે. જો કે તે પહેલા ઝી ન્યૂઝના એક્ઝિટ પોલમાં એક રીતે ચિત્ર સ્પષ્ટ થતું દેખાય છે. એક્ઝિટ પોલના આંકડા અનુસાર રાજ્યમાં સાતમી વખત ભાજપની સરકાર બનાવી દેખાય છે. કેવું છે એક્ઝિટ પોલનું ગણિત.


ગુજરાતમાં સરકાર બનાવવાનાં સપનાં જોતી આપ પાર્ટીનું ગુજરાતમાં માત્ર ખાતુ ખુલે તેવી પરિસ્થિતિ છે. એક્ઝિટ પોલ પ્રમાણે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં 1થી 5 બેઠકો મળવાનો અંદાજ છે. પરંતું આમ આદમી પાર્ટી જે રીતે સરકાર બનાવવાના દાવા કરી રહી છે તે સાચા નહિ થાય. કારણ કે આપનું ખાતુ તો ખૂલશે, પણ ગાંધીનગરમાં સરકારની ખુરશી સુધી નહિ પહોંચે. કારણ કે, એક્ઝિટ પોલે આપ ગુજરાતને માત્ર 1 થી 5 બેઠક મળવાની શક્યતા છે. ત્યારે સરકાર બનાવવાની વાત તો દૂર રહી.  



જોકે, એક્ઝિટ પોલ કોંગ્રેસ માટે નેગેટિવ સમાચાર લઈને આવ્યું છે. એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં વધુ 5 વર્ષ કોંગ્રેસને રાજકીય વનવાસ ભોગવવો પડશે. આ ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 45થી 60 બેઠકો મળવાનું અનુમાન છે. 


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બીજા તબક્કામાં મતદાનની વાત કરીએ તો, સત્તાવાર 64.39% મતદાન થયું છે. સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ 70.95% મતદાન નોંધાયું છે. તો અમદાવાદમાં સૌથી ઓછું 58.32% મતદાન નોંધાયુ છે. અન્ય જિલ્લાઓની વાત કરીએ તો, ગાંધીનગર 65.66%, પાટણ 65.34%, મહેસાણા 66.40%, અરવલ્લી 67.55%, બનાસકાંઠામાં 71.40% મતદાન, ખેડા 67.96%, આણંદ 67.80%, વડોદરા 63.81%, મહીસાગરમાં 60.98%, દાહોદમાં 58.41% મતદાન, પંચમહાલ 67.86%, છોટાઉદેપુરમાં 64.67% મતદાન નોંધાયું છે.