નવી દિલ્હી : નિઝામુદ્દીન મરકઝ (Nizamuddin Markaz) મુદ્દે ગુરૂવારે Zee News એ પોતાનાં ઓપરેશન વાયરસમાં (Operation virus) માં લોકડાઉનનાં (Lockdown) દરમિયાન જમાતીઓને બહાર કાઢવા માટેનો ખુલાસો કર્યો. સ્ટિંગ ઓપરેશનમાં મૌલાના ગુલામ સરવરે નિઝામુદ્દીનનાં આસપાસથી 15 જમાતિઓને બહાર કાઢ્યાનો દાવો કર્યો. મૌલાના સરવરે કોરોનાને અલ્લાહની સજા ગણાવતા કહ્યું કે, ભારતમાં વડાપ્રધાન મોદીનાં કારણે વાયરસ આવ્યો. મૌલાનાએ કહ્યું કે, કોરોના વાયરસ તે દેશોમાં સૌથી વધારે ફેલાઇ રહ્યા છે, જ્યાં માણસો પર જુલ્મ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસી કદાચ શોધાઇ પણ જાય તો ભારતને કામ નહી લાગે! વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો

મૌલાના ગુલામ સરવર ઓલ ઇન્ડિયા મુસ્લિમ મોર્ચાનાં રાષ્ટ્રીય પ્રવક્તા અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ દલિત મોર્ચાનાં ફાઉન્ડર અને સેક્રેટરી છે. ZEE NEWS એ મૌલાના સરવરનું સ્ટિંગ ઓફરેશન કર્યું જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા. તબલીગી જમાત નાં કોરોના કનેક્શનની તહકીકાત કરનારી ZEE NEWS ની SIT  ટીમને દિલ્હીમાં મૌલાના ગુલામ સરવર અને તેમના નેટવર્ક અંગે માહિતી મળી હતી. જ્યારે અમે સરવર સાથે વાત કરી તો તેણે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા. તેમણે આશરે 15 જમાતીઓને ભગાવવાનો દાવો કર્યો. 


સસ્પેંડ થયું Rangoli Chandel નું Twitter એકાઉન્ટ, આ અભિનેતાની પુત્રીએ કરી હતી ફરિયાદ

મૌલાના સરવરનું કબુલનામું કરાવી દે છે કામ
મૌલાના સરવરે કબુલ કર્યું કે,  જેવી અમને માહિતી મળી કે ફલાણી મસ્જિદમાં છીએ, ચુપચાપથી ગાડી લગાવો તેને (જમાતી) બેસાડો. બેગ લઇને ફરી ચાલ્યા અને અમે પહોંચી ગયા. ચલો અમારી પાસે છે તો ઘણા બધા ઓછામાં ઓછા 15 લોકોને કાઢ્યા. આ વ્યક્તિની જુબાનથી નિકળ્યું એક શબ્દ શબ્દ સન્ન કરનારા છે. આ એક ખતરનાક કાવત્રાનું પુરાવો છે. જ્યારે દેશમાં સંપુર્ણ લોકડાઉન છે. કોરોનાને હરાવવા માટે કરોડો ભારતવાસીઓ પોતાનાં ઘરમાં પુરાયેલા છે તો પછી કોરોના કાળમાં આ કેવું કાવત્રું હતું. આ ઇરાદા શો હતો. આ કયા લોકો હતા જેમણે તેનો જુલો બનાવ્યો. 


મુંબઇ: બાંદ્રા સ્ટેશન પર એકત્ર થયેલ ભીડનું કારણ અલગ જ હતું, સાંભળશો તો આંખમાંથી વહેશે આંસુ

મૌલાના સરવરનું કબુલનામું
રિપોર્ટર : કાઢ્યાં ક્યાંથી નિઝામુદ્દીનથી કાઢ્યા ?
મૌલાના સરવર : નિઝામુદ્દીન ઉપરાંત દરોડાની કાર્યવાહી ચાલુ થઇ ગઇ અને મસ્જિદમાં રોકાયા હતા તમામ મસ્જિદોમાં રોકાયા હતા. 
Zee News ના ઓપરેશન વાયરસમાં સરવરે કબુલ કર્યું કે, તેમણે જમાતિઓને કોરોના હોટસ્પોટનાં નિઝામુદ્દીનથી ગુપ્ત રીતે કાઢ્યા અને તેના માટે મીડિયા પાસનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, આપણી પાસે PASS છે. તેમણે અમને ફોન કર્યો અને આજે રાત્રે નિઝામુદ્દીન ગેસ્ટ હાઉસથી એક વ્યક્તિને ઉઠાવીને લાવ્યા.


કોરોના વાયરસ અંગે સરકારની રણનીતિ પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યાં સવાલ

કોરોનાને અલ્લાહની સજા બનાવી
મૌલાના સરવરે કોરોનાને ધર્મ સાથે જોડતા અલ્લાહની સજા ગણાવી હતી. ધ્યાનથી વાંચો, આપણા અંડર કવર એજન્ટને મૌલાનાને કોરોના અંગે શું શું કહ્યું. તેમણે કહ્યું કે, ડોક્ટર બધા જ ગાંડા છે. ઉધરસ અને તાવ તો હાલતા ચાલતા થઇ જાય તેને આ લોકો કોરોના ગણાવી રહ્યા છે અને અમારી કોમ્યુનિટીને ગભરાવી રહ્યા છે. મૌલાના સરવરે દાવો કર્યો કે, કોરોના વાયરસ પ્રાકૃતિક આપદા છે. તેની કોઇ પણ વેક્સિન નહી આવે. તેણે હદ ત્યારે લાંઘી લીધી મોદીને દેશમાં કોરોના ફેલાવવા માટે જવાબદાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube