તૃષાર પટેલ/વડોદરા:  રાજ્યમાં એક તરફ ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ઠંડીને કારણે તેની માનવીય જીવન ઉપર અસર દેખાઇ રહી છે તો બીજી તરફ મુંગા અને અબોલ પશુપક્ષીઓ ને પણ આ કાતિલ ઠંડીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે વડોદરા સ્થિત સયાજીબાગમાં રહેલા પશુ-પક્ષીઓને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે સયાજી બાગ સત્તાધીશોએ આ પશુ પક્ષીઓ ને ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે ખાસ પ્રકારનું આયોજન કર્યું છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં ઠંડીનો કહેર વધી રહ્યો છે તો બીજી બાજુ અસહ્ય ઠંડી વચ્ચે માનવ સમુદાયને રહેવું દુસ્કર બન્યું છે. સામાન્ય માનવી તો ઠંડી સામે રક્ષણ મેળવવા માટે વિવિધ તરકીબો અજમાવી લેતાં હોય છે. ધાબળા રજાઈ સાથે ચાર દીવાલમાં સુરક્ષિત રહેતો માનવી કાતિલ ઠંડીનો પ્રતિકાર કરી લે છે પરંતુ જે બોલી નથી શકતા અને માનવીની બુદ્ધિ સામે લાચાર બન્યા છે એવી પશુ પક્ષીની સૃષ્ટિ કેવી રીતે આ ઠંડીનો સામનો કરતી હશે. અલબત્ત વડોદરાના સયાજીબાગ ખાતે રહેતાં વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓ માટે ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે ઝુ સત્તાધીશોએ ખાસ વ્યવસ્થા કરી છે. 


અહિ આવેલ પક્ષીઓના એનક્લોઝર ફરતે ગ્રીન નેટ લગાવીને રાત્રીની કાતિલ ઠંડી સામે રક્ષણ આપવાની કામગીરી સહિત તેમના ખોરાક માટે પણ ઝુ ઓથોરિટીએ ચિંતા કરી છે. પક્ષીઓ સામાન્ય રીતે ઠંડીમાં રહેવા ટેવાયેલા હોય છે પરંતુ તે કુદરતી વાતાવરણમાં પોતાને સુરક્ષિત કરી લેતાં હોય છે પરંતુ જ્યારે પ્રાણી સંગ્રાહાલયમાં રાખવામાં આવેલ પક્ષીઓ બંધ એંક્લોઝરમાં રહેતા હોવાને કારણે તેમની વિશેષ કાળજી લેવામાં આવે છે. પક્ષીઓના પિંજરામાં સૂકા ઘાસ સહિત ઠંડી સામે રક્ષણ મળે તે માટે પૌષ્ટિક આહાર પણ પક્ષીઓ અને પ્રાણીઓને પૂરો પાડવામાં આવે છે.


વધુમાં વાંચો...ડીજી કોન્ફરન્સ: વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોચશે કેવડીયા, સુરક્ષાની થશે સમીક્ષા


પ્રાણી સંગ્રાહાલયમાં આવેલ વાઘ સિંહ અને દીપડાના પાંજરાઓમાં સૂકા લાકડાની મદદથી અગ્નિ પેટાવવામાં આવે છે જે સમગ્ર રાત્રી દરમિયાન પિંજરામાં રહેલા પ્રાણીઓને કાતિલ ઠંડી સામે રક્ષણ આપે છે. ખાસ કરીને શાહુડી અને જમીન પર રહેતાં કાચબા માટે ગરમ ઘાસની વ્યવસ્થા ઝુ સત્તાધીશોએ કરી છે. શિયાળાની ઋતુને ધ્યાને રાખીને દરરોજ પ્રાણીઓને પૌષ્ટીક આહાર પણ આપવામાં આવે છે. 


આ ઉપરાંત પ્રતિ દિવસ ઝુ ના વેટેનરી અધિકારી દ્વારા નિયમિત પશુઓ અને પક્ષીઓનું હેલ્થ ચેક અપ કરવામાં આવે છે. ઝુ ના ક્યુરેટરએ જણાવ્યું હતું કે, ઝુ પાસે ઠંડીના સમયમાં પ્રાણીઓને કોઈ તકલીફ ન પહોંચે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણી પક્ષીની સારવાર માટે જરૂરી જથ્થો પણ ઝુ ઓથોરિટી પાસે પૂરતા પ્રમાણમાં રાખવામાં આવ્યો છે.