કેવડિયામાં આજથી પ્રાયોગિક ધોરણે ખુલ્લો વૈશ્વિક કક્ષાનો સફારી પાર્ક, જાણો ખાસિયતો
કેવડિયા ખાતે સૌથી ઓછા સમયમાં નિર્માણ પામેલ સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્કનું આજથી પ્રાયોગિક ધોરણે શરૂ કરાયુ છે. આ સફારી પાર્ક 375 એકરમાં 1500 પ્રાણી-પક્ષીઓ રાખવામાં આવ્યા છે. કેવડિયામાં વિશ્વકક્ષાનું સરદાર પટેલ ઝૂયોલોજીકલ પાર્ક 6 મહિનામાં તૈયાર કરાયું છે.
જયેશ દોશી, નર્મદા: કેવડિયા ખાતે સૌથી ઓછા સમયમાં નિર્માણ પામેલ સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્કનું આજથી પ્રાયોગિક ધોરણે શરૂ કરાયુ છે. આ સફારી પાર્ક 375 એકરમાં 1500 પ્રાણી-પક્ષીઓ રાખવામાં આવ્યા છે. કેવડિયામાં વિશ્વકક્ષાનું સરદાર પટેલ ઝૂયોલોજીકલ પાર્ક 6 મહિનામાં તૈયાર કરાયું છે. આ ઝૂ કમ સફારી પાર્ક કે જે પહાડી વિસ્તારમાં બનાવવામાં આવેલ છે કે જે,375 એકરમાં ઉભો કરાયો છે અને 7 જેટલા ઢળતા વિસ્તારમાં 29 મીટરથી માંડીને મહત્તમ ઉંચાઈ 180 મીટર હશે.
સફારી પાર્કમાં બે મુખ્ય ભાગ હશે જેમાં ભારતીય ભાગમાં શાકાહારી પ્રાણીઓ,માંસાહારી પ્રાણી, વિશ્વનું સૌથી મોટું પક્ષી સ્થળ અને મોટા શાકાહારી પ્રાણીઓ રખાશે. તો અન્ય ભાગમાં વિદેશી આકર્ષણરૂપી પ્રાણીઓ છે. જેમાં ઓસ્ટ્રેલિયન,આફ્રિકન પ્રાણીઓ તેમજ વિદેશી પક્ષીઘર તેમજ વિદેશી વાંદર પ્રજાતિના પ્રાણીઓ રખાવામાં આવ્યા છે.
સમગ્ર પ્રોજેકટ ગુજરાત વનવિભાગ દ્રારા હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ભારતમાં પ્રથમ વાર ઉરાંગઉટાંગ, વિલડર બીસ્ટ, કાંગારૂ અને ખાસ નાનું ઊંટ જેવું લાગતું અલ્પાકા લામા નામની પ્રજાતી લાવવામાં આવશે. તો ખાસ કરીને દરેક વિભાગ અને પિંજરાને પ્રધાનમંત્રી મોદીના આગ્રહ બાદ સંસ્કૃતમાં નામ આપવામાં આવ્યા છે. જે મુજબ દંડક નિવાસમાં ગેંડો, મૃગેન્દ્ર નિવાસમાં સિંહ રખાશે. અન્ય પ્રાણીઓનાં નિવાસ સ્થાનને પણ સંસ્કૃતમાં જ નામ આપવામાં આવશે. 186 મોટા પિંજરા બનાવવામાં આવશે. તો ઝૂના કેટલાક ભાગને ખુલ્લી સફારીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે જેમાં વિદેશની જેમ ખુલ્લામાં વિહરતા પ્રાણીઓ વચ્ચે સફારીનો આનંદ મેળવી શકાય.
ખાસ શાકાહારી પક્ષીઓ માટે 150 એકરમાં ખેતી પણ થશે. જેનાથી ઝૂના ત્રુણાહારી પક્ષીઓ માટે ઘાસચારાની વ્યવસ્થા થઈ શકે. 1000 પક્ષીઓને એકસાથે રખાશે. તો આનંદની વાત એ છે કે,સ્થાનિક યુવાનોને રોજગારી મળી શકે તે માટે 350 જેટલી યુવતીઓ અને યુવાનોને નોકરીઓ અપાશે. જેમાં ઝૂ ટેકર અને અન્ય જવાબદારીઓ સોંપાવમાં આવી છે. સમગ્ર ઝૂની સુરક્ષાને ધ્યાને લઈને cctv થી કેમ્પસ સજ્જ હશે. તો પ્રદુષણ ન ફેલાય તે માટે 18 જેટલી ઇ કારથી પ્રવાસીઓને સફારીમાં લઈ જવાશે. દુનિયામાં મોટા- મોટા ઝૂ 5 થી 12 વર્ષમાં નિર્માણ થયું છે આ ઝૂ માત્ર 5 મહિનામાં તૈયાર થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube