• ઝાયડસની રસી પહેલી ડીએનએ બેઝ રસી છે. જેની મંજૂરી હાલ માંગવામાં આવી છે

  • ઝાયડસની રસીને મંજૂરી મળશે એટલે એ દેશમાં ઉત્પાદન થતી ચોથી રસી બનશે


ઝી મીડિયા/બ્યૂરો :કોરોના સામેની લડાઈમાં દેશવાસીઓને વધુ એક સ્વદેશી રસી મળશે. ઝાયડસ કેડિલાએ પોતાની રસી ઝાયકોવ-ડી (Zycov-D) માટે ડીસીજીઆઈ (DCGI) ની મંજૂરી માંગી છે. પોતાની રસી ઝાયકોવ-ડીના ઈમરજન્સી ઉપયોગ માટે ઝાયડસે માગી મંજૂરી માંગી છે. 12 વર્ષથી વધુ વયના તમામ લોકો માટે આ રસીનો ઉપયોગ થાય તેવી શક્યતા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : સંતોષ બની ગયો અબ્દુલ્લાહ... ધર્મ પરિવર્તનનો સુરતનો આંખ ખોલતો કિસ્સો 


દેશમાં ઉત્પાદન થતી ચોથી વેક્સીન બનશે
ઝાયડસે માંગેલી મંજૂરીમાં 12 વર્ષથી વધુ વયના તમામ લોકોનો સમાવેશ થાય છે. ડીસીજીઆઈની મંજૂરી મળ્યા બાદ આગામી દિવસોમાં રસીને માર્કેટમાં ઝાયડસ કંપની ઉપલબ્ધ કરાવશે. ઝાયડસની રસી પહેલી ડીએનએ બેઝ રસી છે. જેની મંજૂરી હાલ માંગવામાં આવી છે. ઝાયડસની રસીને મંજૂરી મળશે એટલે એ દેશમાં ઉત્પાદન થતી ચોથી રસી બનશે. રસી ટ્રાયલનો ત્રીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને તેમાં 28,000થી વધુ સ્વયંસેવકો સામેલ થયા હતા.


આ પણ વાંચો :  જૂનાગઢમા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલો, AAP એ કહ્યું-ભાજપના ઈશારે કરાયો


ઝાયકોવ-ડી એ ડીએનએ રસી છે
DCGIની મંજૂરી મળ્યા બાદ ભારત બાયોટેકની ‘કોવેક્સીન’ પછી આ બીજી સ્વદેશી રસી હશે. આ કોરોના વાયરસ સામે વિશ્વની પ્રથમ ડીએનએ રસી પણ હશે. ઝાયકોવ-ડી એ ડીએનએ રસી છે, જે વાયરસના તે ભાગના આનુવંશિક કોડનો ઉપયોગ કરે છે. જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. આ રસી કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાયોફર્મા મિશનની મદદથી બનાવવામાં આવી રહી છે. આ રસીના ત્રણ ડોઝ આપવામાં આવશે. જેમાં પ્રથમ ડોઝ પછી 28 દિવસ અને 56 દિવસ પછી બીજો અને ત્રીજો ડોઝ લેવામાં આવશે. 



આ વિશે કંપનીએ કહ્યું કે, બે ડોઝ રસીકરણ અંગે પણ કામ ચાલી રહ્યું છે. આ રસી 2-8 ડિગ્રી તાપમાને સંગ્રહિત કરી શકાય છે અને થોડા સમય માટે 25 °સે પણ રાખી શકાય છે. ડિસેમ્બર સુધી 5 કરોડ રસીના ડોઝનું ઉત્પાદન થશે.