ઝી મીડિયા/બ્યૂરો :ઝાયડસ કેડિલાએ એન્ટીબોડી કોકટેઈલથી કોરોનાની સારવારની ક્લિનિકલ ટ્રાયલ માટે DCGI પાસે અનુમતિ માંગી છે. મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેઈલ કોરોનાની સારવામાં અક્સીર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ તેના કારણે 70 ટકા કેસમાં હૉસ્પિટલાઈઝેશનથી રાહત મળી શકે તેવો દાવો કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝાયડસ આ પ્રકારનું કોકટેઈલ બનાવનારી એકમાત્ર ભારતીય કંપની
ઝાયડસે આ થેરાપીને ZRC-3308 નામ આપ્યું છે. જે કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે કામ આવે છે. આ એક મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેઈલ છે. જેમાં બે એન્ટી-સાર્સ-કોવ-2 મોનેક્લોનલ એન્ટીબોડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે કોરોનાની અસરનો નાશ કરે છે. ઝાયડસ આ પ્રકારનું કોકટેઈલ બનાવનારી એકમાત્ર ભારતીય કંપની છે. જેના ક્લિનિકલ ટ્રાયલની હવે ઝાયડસે અનુમતિ માંગી છે. આ થેરાપીથી વધુ લાંબા સમય માટે સુરક્ષા આપશે સાથે જ ગંભીર બીમારીઓ થવાના રિસ્કને ઓછું કરશે તેવો દાવો કરવામાં આવ્યો છે.


અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ રીતે રિકવર થયા હતા 
હરિયાણાના ગુડગાંવમાં હાલમાં જ 84 વર્ષના વૃદ્ધ મોહબ્બત સિંહની સારવાર મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ દવાથી કરવામાં આવી છે. આ દર્દીને કોરોના સહિત અનેક બીમારીઓ હતી. મોહબ્બત સિંહ એન્ટિબોડી કોકટેલ દવાથી સાજા થનારા દેશની પ્રથમ વ્યક્તિ બની ગયા છે. આ અગાઉ ગત વર્ષે તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ કોરોના પોઝિટવ આવ્યા પછી આ પ્રકારે સાજા કરવામાં આવ્યા હતા.



ઉલ્લેખનીય છે કે, જો કોરોના સંક્રમિત વ્યક્તિને 7 દિવસની અંદર આ દવાનો ડોઝ આપવામાં આવે તો એમાં 70-80% લોકો કે જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય છે તેઓ ઘરે જ સ્વસ્થ થઈ જાય છે. તેમણે હોસ્પિટલે જવાની જરૂર રહેતી નથી. તેમણે કહ્યું હતું કે મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ દવાથી ઈલાજ કરવાનું ચલણ સૌથી વધુ અમેરિકા અને યુરોપમાં છે.