ઝી બ્યૂરો, અમદાવાદઃ શું તમે જાણો છો કે, તમારું શેમ્પૂમાં તમારા અને પર્યાવરણ બંને માટે નુકસાનકારક ઘટકો હોઈ શકે છે. જેમાં મુખ્ય સલ્ફેટની વાત કરીએ. તે જાણી લેવુ ખૂબ જરૂરી છે કે સલ્ફેટ શું હોય છે અને તેનાથી તમારા વાળને શું નુકસાન થાય છે. આવા હાનિકારક શેમ્પૂથી બચીને તમે એવા શેમ્પૂને વાપરી શકો છે જે તમારા વાળને નુકસાન નથી પહોંચાડતા.  તો એવા ક્યાં શેમ્પૂ છે જે તમારા વાળને બનાવે છે મજબૂત. તે અમે તમને જણાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. એમોનિયમ લોરીલ સલ્ફેટ અથવા સોડિયમ લોરેથ સલ્ફેટ (SLES)
તમને ખબર છે સલ્ફેટ શું છે. સલ્ફેટ્સ એ સલ્ફ્યુરિક એસિડના ક્ષાર છે. સલ્ફેટ સર્ફેક્ટન્ટ્સને શેમ્પૂ, શાવર જેલ્સ, ચહેરાના ક્લીનઝર અને અન્ય વ્યક્તિગત સંભાળના ઉત્પાદનોમાં ઉમેરવામાં આવે છે. તેઓ ઘરેલું લોન્ડ્રી અને સફાઈ ઉત્પાદનોમાં પણ જોવા મળે છે. સલ્ફેટ શેમ્પૂ વાળ અને ખોપરી ઉપરની ચામડીને સાફ કરે છે. પણ વારંવાર શેમ્પૂ કરવાથી વાળમાં અનેક સમસ્યાઓ સર્જાય છે. જેમ કે વાળમાં ખોડો, વાળ ખરવા કે પછી ડ્રાય વાળ થઈ જવા, જેવી અનેક સમસ્યાઓ સર્જાય છે.
 
2. સોડિયમ લોરિલ સલ્ફેટ(SLS)
આ સલ્ફેટ  તમારા વાળને સ્વચ્છ કરવામાં મદદ કરે છે. પણ સાથે સાથે તે વાળને નુકસાન પણ પહોંચાડે છે અને માટે જ તમારા વાળ ફ્રીઝી બની જાય છે. આ ઉપરાંત જો તમારી ખોપરીની ચામડી નાજુક હશે તો તેને વધારે નુકસાન કરે છે.

3. પેરાબેન્સ
રેગ્યુલર શેમ્પુમાં આવતું પેરાબેન્સ શેમ્પુ કે કોસ્મેટિકમાં બેક્ટેરિયા ઉત્પન્ન થતાં અટકાવે છે અને આ તત્ત્વ બ્રેસ્ટ કેન્સર થવા સાથે પણ સંકળાયેલું છે.
સ્કીન પ્રોબ્લેમ્સથી પરેશાન છો તો અપવાનો આ ઘરેલું ફેસપેક, ક્યારેય નહીં થાય સમસ્યા


4. સોડિયમ ક્લોરાઈડ
રેગ્યુલર શેમ્પુમાં વપરાતું સોડિયમ ક્લોરાઇડ શેમ્પુને ઘટ્ટ રાખવામાં મદદ કરે છે પણ તે તમારી ખોપરીને ઇરીટેટ કરે છે અને તેનાથી વાળ પણ ઉતરે છે.

5. સિંથેટિક રંગ
મોટાભાગમાં શેમ્પૂ અને કન્ડિશનર સારા દેખાઈ તે માટે તેમાં સિંથેટિક રંગ નાખવામાં આવે છે.  આ રંગો શેમ્પૂમાં તો સારા લાગે છે પણ તે સ્વાસ્થ્ય માટે અને વાળ માટે ખૂબ જ હાનિકારક છે.

6.  સિંથેટિક સુંગધ
સિન્થેટિક ફ્રેગ્રન્સીસ જે શેમ્પુમાં ઉમેરવામાં આવે છે તેને આ બધા જ કેમિકલની દુર્ગંધ છૂપાવવા માટે વાપરવામાં આવે છે. તે તમને કેન્સર, અસ્થમા અને વાળ ઉતરવા તરફ દોરી જઈ શકે છે.
દુનિયા સાથે કદમ મિલાવવા માંગો છો? તો જાણો 2021માં શું હશે ફેશન ટ્રેંડ


7. આલ્કોહોલ
કોઈ પ્રોડેક્ટમાં આલ્કોહોલ મિક્સ હોય ત્યારે તેના સામાન્ય ફાયદોની સાથો સાથ તેના ઘણા ગેરફાયદાઓ પણ હોય છે. કોઈ પણ શેમ્પૂ કે કન્ડિશનરમાં આલ્કોહોલ હોય તો તે વાળ માટે ખૂબ હાનિકારક નીવડે છે ડ્રાઈ વાળને વધારે નુકસાન પહોંચાડે છે.

8. ડાઈમેથિકોન
કોઈપણ શેમ્પૂમાં જ્યારે ડાઈમેથિકોન નામનું ઘટક હોય છે જે વાળને સિલ્કી અને સુંદર બનાવવાનું કામ કરે છે આના ઘણા બધા ફાયદાઓની સાથે તે વાળને ઘણી હાનિ પણ પહોંચાડે છે. આ તમારા માથા પર એક પરત ઉભી કરે છે જેનાથી તમારા વાળને મોઈશ્ચર અને ન્યૂટ્રીયશન નથી મળતું. અને સાથે જ વાળમાં ગંદકી ભેગી થાય છે.

9. ટ્રાઇક્લોઝન
ટાઈક્લોઝન મુખ્યત્વે શેમ્પૂ, કન્ડિશનર અને ડીઓડ્રન્ટમાં વપરાતું હોય છે. 2016માં ટ્રાઇક્લોઝનને સાબૂમાં વપરાશ કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે તેનો ઉપયોગ સાબૂ સિવાયની પ્રોડક્ટમાં થાય છે. ટ્રાઇક્લોઝન સ્વાસ્થય માટે ખૂબ નુકસાન કારક છે. આનાથી કેન્સર થાવાની પણ સંભાવના રહે છે. સાથે જ આનાથી હોર્મોન્સમાં પણ ફેરફાર થવાની સંભાવના રહે છે.

10. રેટિનાઇલ પાલ્મિટેટ
રેટિનાઈસ પાલ્મિટેટથી વાળની ચામડીને ઘણું જ નુકસાન પહોંચે છે. આનાથી તમારા વાળ વધુ પ્રમાણમાં ખરવા લાગે છે. સાથે જ માથામાં વધુ ખંજવાળ આવવાની સમસ્યા પણ સર્જાય છે. સાથે જ કેન્સર થવાનો પણ ભય રહે છે.
તમારે વાળને કાળા અને ઘેરા બનાવવા છે? તો માત્ર આટલું જ કરો


સામાન્ય શેમ્પુમાં સામાન્ય રીતે નુકસાનકારક સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. આ સામગ્રીઓ તમારા વાળની સાથે સાથે સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. નિયમિત હાર્ષ કેમિકલથી ભરપૂર શેમ્પુથી વાળ ધોવાથી વાળને લાંબાગાળાનું નુકસાન થાય છે અને માટે જ તમારે તેવા શેમ્પુની જગ્યાએ માઇલ્ડ શેમ્પુ વાપરવું જોઈએ. તમે તમારા માટે તમારા વાળને યોગ્ય માઇલ્ડ શેમ્પુ ઘરે જ બનાવી શકો છો તેના માટે તમારે.
– પા કપ ડીસ્ટીલ્ડ વોટર
– પા કપ લિક્વીડ કેસ્ટાઇલ સોપ
– છ ટીપાં ટી ટ્રી એસેન્શિયલ તેલ
– અરધી ચમચી જોજોબા તેલ
– ચાર ટીપાં પેપરમિન્ટ એસેન્શિયલ તેલ

બનાવવાની રીત-
ઉપર જણાવેલી બધી જ સામગ્રીને તમારે એક કટોરામાં મિક્સ કરી લેવી ત્યાર બાદ તેને જુની શેમ્પુની બોટલમાં લઈ લેવું. હવે આ મિશ્રણને તમે વાળ ધોવા માટે ગમે ત્યારે વાપરી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube