Diabetes: જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે ખાવા પીવાની વાત ઉપર વધારે ધ્યાન રાખવું પડે છે. ડાયાબિટીસમાં કેટલીક વસ્તુઓ ખાવામાં આવે તો તેનાથી બ્લડ શુગર ઝડપથી વધી જાય છે. અચાનક બ્લડ સુગર વધે કે અચાનક બ્લડ સુગર ઘટે તો તેનાથી કિડની પર પણ અસર થાય છે. ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલ જો વધી જાય તો તેનાથી સ્વાસ્થ્ય સમસ્યા પણ વધે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેથી જ ડાયાબિટીસના દર્દીઓને કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. ખાસ તો કેટલાક ડ્રાયફ્રૂટ છે જેને હેલ્ધી માનવામાં આવે છે પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી છે. આજે તમને ત્રણ એવા ડ્રાયફ્રૂટ્સ વિશે જણાવીએ જેને ખાવાથી બ્લડ શુગર ઝડપથી વધી જાય છે. 


આ પણ વાંચો: Massage: રાત્રે સૂતા પહેલા પગના તળીયામાં માલિશ કરવાથી આ 5 સમસ્યા દવા વિના થાય છે દુર


કિશમિશ 


ડાયાબિટીસ હોય તેમણે કિશમિશ ખાવાનું ટાળવું જોઈએ. કિશમિશમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ વધારે હોય છે. જે ડાયાબિટીસમાં બ્લડ સુગરને ઝડપથી વધારે છે. કિશમિશમાં કાર્બ પણ વધારે હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓને કિશમિશ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. 


આ પણ વાંચો: Constipation: કબજિયાતનો રામબાણ ઈલાજ છે આ 5 વસ્તુ, રાત્રે ખાવ અને સવારે પેટ સાફ


અંજીર 


ડાયાબિટીસ હોય તેમણે અંજીર ખાવાથી પણ બચવું જોઈએ. અંજીરનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ હાઈ હોય છે. આ ડ્રાયફ્રૂટ ખાવાથી બ્લડ સુગર લેવલ ઝડપથી વધી જાય છે. જો તમને પણ ડાયાબિટીસ છે તો અંજીર ખાવાની ભૂલ ક્યારેય કરતા નહી.


આ પણ વાંચો: હીટ સ્ટ્રોકના જોખમને ટાળે છે આ 5 આયુર્વેદિક જડીબુટ્ટી, જાણો કેવી રીતે કરવો ઉપયોગ


ખજૂર 


ખજૂર પોષક તત્વથી ભરપૂર ડ્રાયફ્રુટ છે. ખજૂરમાં કુદરતી મીઠાશ હોય છે. ડાયાબિટીસના દર્દીઓને નેચરલ સુગર હોય તેવી વસ્તુ ખાવાની સલાહ આપવામાં આવે છે પરંતુ ખજૂરને મર્યાદિત માત્રામાં ખાવો જોઈએ. જો વધારે પ્રમાણમાં ખજૂર ખાવામાં આવે તો બ્લડ સુગર સ્પાઇક થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)