Uric Acid: યુરિક એસિડ શરીરના બ્લડમાં રહેલું કેમિકલ હોય છે જે પ્યુરીન તુટવાથી બને છે. જ્યારે શરીરમાં યુરિક એસિડનું લેવલ વધી જાય તો હાડકાના સાંધામાં જામી જાય છે. તેના કારણે સાંધામાં દુખાવો રહે છે અને સોજા તેમજ રેડનેસ વધી જાય છે. તેને કંટ્રોલ કરવા માટે જો તમે ડાયટમાં કેટલાક ફેરફાર કરો છો તો ફાયદો થાય છે. ખાસ તો ઘઉંના લોટની રોટલીને બદલે અન્ય હેલ્ધી અનાજની રોટલી ખાવાથી યુરિક એસિડને કંટ્રોલ કરી શકાય છે. આજે તમને 3 એવા લોટ વિશે જણાવીએ જેની રોટલી શિયાળામાં ખાશો તો યુરિક એસિડ કંટ્રોલમાં રહેશે અને શરીરમાં જામેલું યુરિક એસિડ પણ બહાર ઝડપથી નીકળી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ડાયાબિટીસ હોય તો શક્કરિયા ખવાય? જાણો ડાયાબિટીસના દર્દી માટે શક્કરિયા સારા કે ખરાબ


રાગીની રોટલી 


રાગી આયરન અને ફાઇબરથી ભરપૂર હોય છે. આ રોટલીનું સેવન કરવાથી યુરિક એસિડનું લેવલ ઘટે છે. શિયાળામાં રાગીની રોટલી ખાવાથી શરીરને ગરમી મળે છે. જો તમને યુરિક એસિડ હોય તો રાગીની રોટલી ડાયટમાં સામેલ કરો તેનાથી યુરિક એસિડ કંટ્રોલ કરવામાં સરળતા રહે છે. 


આ પણ વાંચો: શારીરિક નબળાઈ દુર કરે છે આ ચમત્કારી ફળ, ફાયદા જાણી આજથી તમે પણ ખાવા લાગશો


જુવારની રોટલી 


જુવારની રોટલી ફાઇબરનો સારો સોર્સ છે. જો તમે ડાયટમાં જુવારની રોટલીને સામેલ કરો છો તો શરીરમાં યુરિક એસિડને કંટ્રોલ કરી શકાય છે અને ડાયજેશન સિસ્ટમ માટે પણ તે ફાયદાકારક છે તેનાથી શરીરમાં જામેલી એક્સ્ટ્રા ગંદકી બહાર નીકળી જાય છે. યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે જુવારની રોટલી સૌથી બેસ્ટ ઓપ્શન છે. 


આ પણ વાંચો: Green Peas: લીલા વટાણા ખાવાથી થઈ શકે છે આ 5 નુકસાન, આ 2 બીમારીમાં તો ખાવા જ નહીં


કોદરીની રોટલી 


કોદરીની રોટલી ખાવી પણ ફાયદાકારક છે. કોદરીમાંથી બનાવેલા લોટમાંથી રોટલી બનાવીને ખાવાથી યુરિક એસિડનું લેવલ ઘટાડી શકાય છે. કોદરીનો ઉપયોગ અલગ અલગ પ્રકારની દવા બનાવવા માટે પણ કરવામાં આવે છે. કોદરીને સુગર ફ્રી ચોખા તરીકે પણ ઓળખવામાં આવે છે. કોદરીનું સેવન કરવાથી યુરિક એસિડને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ મળે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)