High Blood Pressure: આજના સમયમાં લોકોની  જીવનશૈલી ખૂબ જ બદલી ગઈ છે જેના કારણે લોકોને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જીવનશૈલીના કારણ સૌથી વધારે લોકોના આહારમાં ફેરફાર થયો છે. આ સિવાય લોકોની દિનચર્યા પણ બેઠાળુ થઈ ગઈ છે. વળી લોકો નિયમિત કસરત કરવાનું પણ ટાળે છે જેના કારણે લોકોને ઘણીવખત ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા થઈ જાય છે. આવી જ સમસ્યા છે હાઈ બ્લડ પ્રેશર.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈ બ્લડ પ્રેશર એક એવી સમસ્યા છે જે એકવાર થાય તો જીવનભર રહે છે. જો બીજી કંટ્રોલમાં ન રહે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. તેના કારણે બ્રેઈન હેમરેજ થવાનું જોખમ પણ રહે છે. તેવામાં આજે તમને જણાવીએ કે તમે ફળનું સેવન કરીને કેવી રીતે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકો છો.


આ પણ વાંચો:


આ લક્ષણ હોય છે લીવર કેન્સરના સંકેત, મોટાભાગના લોકો ગેસ-એસિડિટી સમજવાની કરે છે ભુલ


શું તમને પણ ધુમાડા કાઢતી ચા પીવાની આદત છે ? તો જાણો તેનાથી શરીરને થતા નુકસાન વિશે


ચોમાસામાં દિવસમાં એકવાર ગરમ પાણીમાં આ વસ્તુ ઉમેરીને પીવાનુ રાખો, ટનાટન રહેશે તબીયત


1. કેળા


કેળા બારે માસ મળતું ફળ છે જે ખૂબ જ પૌષ્ટિક હોય છે. કેળા પાચનક્રિયાને મજબૂત બનાવે છે. કેળામાં મળતા પોષક તત્વો બ્લડ પ્રેશર માટે રામબાણ સાબિત થાય છે. નિયમિત રીતે કેળાનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને સ્ટ્રોકથી પણ બચાવ થાય છે.
 
2. કીવી
 
કીવી ખૂબ જ પૌષ્ટિક ફળ છે. તેમાંથી પણ ઘણા પૌષ્ટિક તત્વો મળે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કીવીમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ અને મિનરલ્સ હોય છે જે પાચનતંત્રને મજબૂત રાખે છે. આ સિવાય તે ઈમ્યુનિટી વધારે છે જેથી કોઈપણ રોગ સામે લડવાની શરીરની ક્ષમતા વધી જાય છે. 


3. કેરી


નાના મોટા સૌ કોઈને પ્રિય એવું આ ફળ અનેક રોગોને દુર કરવાનું પણ કામ કરે છે. ખાસ તો બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત લોકો માટે કેરી ખૂબ જ ફાયદાકારક છે. તેમાંથી શરીરને બીટા કેરોટીન અને ફાઈબર મળે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)