What is NoMoPhobia? સ્માર્ટફોન આજે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. સ્માર્ટફોનને લગતો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. Oppo  અને કાઉન્ટરપોઈન્ટ રિસર્ચે એક રિપોર્ટ શેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે દર 4 ભારતીયમાંથી 3ને નોમોફોબિયા નામની બીમારી છે. લગભગ 72% ભારતીયો એવા છે જેમને મોબાઈલ ફોનની બેટરી 20% સુધી પહોંચતા જ 'લો બેટરીની ચિંતા' થઈ જાય છે. બીજી તરફ, 65% લોકો એવા છે કે જેમને ઈમોશનલ ડિસ્કમ્ફર્ટ, ચિંતા, ડિસકનેક્ટ, અસહાયતા અનુભવવી, ગભરાટ વગેરે જેવું ફીલ થવા લાગે છે. જો તમે પણ એવું જ અનુભવો છો તો તમે પણ નોમોફોબિયાથી પીડિત છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોમોફોબિયા શું છે?
નોમોફોબિયા એટલે કે નો મોબાઈલ ફોન ફોબિયા.. આ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ મોબાઈલથી દૂર હોય ત્યારે નર્વસ થવા લાગે છે. આવું એટલા માટે થાય છે કારણ કે તેને સ્માર્ટફોનની આદત પડી ગઈ છે.


આ પણ વાંચો:
3 દિવસ પછી આ રાશિના જાતકો માટે શરૂ થશે ખરાબ સમય! ધંધામાં થઈ શકે છે મોટું નુકસાન
Shani Vakri: 'શનિની ઉલટી ચાલ'થી આ 3 રાશિઓની થશે બલ્લે બલ્લે! ચમકી જશે કિસ્મત
ભારતનું સૌથી મોટું રેલ્વે જંકશન,  દેશના કોઈપણ ખૂણે જવું હોય અહીંથી મળી જશે ટ્રેન


ચોંકાવનારો અહેવાલ
ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા ઓપ્પો અને કાઉન્ટરપોઈન્ટ રિસર્ચએ ‘NoMoPhobia: Low Battery Anxiety Consumer Study’ નામથી લોકો પર એક અભ્યાસ હાથ ધર્યો છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 47% લોકો તેમના સ્માર્ટફોનને દિવસમાં બે વાર ચાર્જ કરે છે અને લગભગ 87% લોકો તેમના મોબાઈલ ફોનને ચાર્જ કરતી વખતે તેમાં વ્યસ્ત રહે છે.મતલબ આ દરમ્યાન પણ ફોન યુઝ કરતા રહે છે. રિપોર્ટ અનુસાર, સ્માર્ટફોનની બેટરી ઓછી થવા પર 74 ટકા મહિલાઓ ચિંતિત રહે છે, જ્યારે પુરુષોમાં આ આંકડો 82 ટકા છે. રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું છે કે લગભગ 60% લોકો જ્યારે બેટરીનું પરફોર્મન્સ સારું નથી હોતું ત્યારે ફોન બદલી નાખે છે. ઉપરાંત, 92.5 ટકા લોકો બેટરી લાંબા સમય સુધી ચાલવા માટે તેમના ફોનમાં પાવર-સેવિંગ મોડ રાખે છે.


Oppo ઈન્ડિયાના CMOએ આ વાત કહી
આ રિપોર્ટના રિલીઝ પર ઓપ્પો ઈન્ડિયાના સીએમઓ કહ્યું કે આ રિપોર્ટની મદદથી અમે ગ્રાહકોના વર્તનને સમજી રહ્યા છીએ જેથી અમે અમારા ઉત્પાદનોમાં જરૂરી ફેરફાર કરી શકીએ. આ સાથે જ કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના ડાયરેક્ટર તરુણ પાઠકે જણાવ્યું હતું કે સ્માર્ટફોન આજે આપણા જીવનનો મહત્વનો હિસ્સો બની ગયો છે અને તેના કારણે લોકોને ફોન વગર ન રહેવાનો ફોબિયા થઈ ગયો છે. તેમણે કહ્યું કે સ્માર્ટફોનની બેટરી લાઈફ ઓછી હોવાને કારણે 31 થી 40 વર્ષની વયજૂથમાં કામ કરતા લોકો વધુ ચિંતિત રહે છે. આ પછી 25 થી 30 વર્ષના યુવાનો પણ આમાં સામેલ છે.


આ પણ વાંચો:
45 વર્ષ સુધીની ઉંમરના લોકો માટે સરકારી નોકરીની શાનદાર તક, જાણો ક્યાં કેવી રીતે કરશો
શું તમને પણ VIP નંબર જોઈએ છે? હવે ફ્રીમાં ઘરે બેઠા મળી જશે સિમ; જાણો પ્રોસેસ
Instant PAN card: ઘરે બેઠા 9 મીનિટમાં બની જશે પાન કાર્ડ, તે પણ બિલકુલ ફ્રી; આ રીતે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube