Health Tips: દર વર્ષે હાર્ટ એટેકને કારણે લાખો લોકો પોતાનો જીવ ગુમાવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેને રોકી શકાય છે? આપણી લાઇફસ્ટાઇલ અને કેટલીક આદતો અપનાવી આ ખતરાને જરૂર ઘટાડી શકાય છે. હેલ્થ એક્સપર્ટ માને છે કે યોગ્ય ખાનપાન, નિયમિત વ્યાયામ અને તણાવને કંટ્રોલ કરી હાર્ટને હેલ્ધી રાખવાના ત્રણ સૌથી પ્રભાવી ઉપાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે ઈચ્છો છો કે તમારૂ હાર્ટ લાંબા સમય સુધી મજબૂત અને હેલ્ધી રહે તો આ સરળ ટિપ્સને અપનાવવાનું શરૂ કરો. જાણો તે ત્રણ સરળ ટિપ્સ જેનાથી તમારૂ હાર્ટ સુરક્ષિત રહેશે.


1. બેલેન્સ પોષણથી ભરપૂર ડાયટ
નિષ્ણાંતો અનુસાર હાર્ટ એટેકનો ખતરો ઘટાડવા માટે બેલેન્સ ડાયટ ખુબ જરૂરી છે. તમે તમારા ડાયટમાં તાજા ફળ, શાકભાજી, નટ્સ, ઓમેગા 3 ફેટી એસિડ યુક્ત ફુડ્સ (જેમ કે માછલી) સંપૂર્ણ અનાજ સામેલ કરો. તળેલા ખોરાક, ટ્રાન્સ ચરબી અને વધુ પડતી ખાંડ કે મીઠું ટાળો. ખાસ કરીને પ્રોસેસ્ડ અને જંક ફૂડનું સેવન ઓછું કરો. આ ન માત્ર હૃદયને સ્વસ્થ રાખે છે, પરંતુ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે.


આ પણ વાંચોઃ હળદરવાળું દૂધ પીવાથી વધી જાય છે આ 5 તકલીફો, તમને હોય તો આ દૂધ પીવાનું ટાળજો


2. નિયમિત વ્યાયમને બનાવો આદત
શારીરિક ગતિવિધિ હાર્ટના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરો જેમ કે જલ્દી ચાલવું, યોગ, દોડવું, સાયકલ ચલાવવી વગેરે. વ્યાયમ ન માત્ર હાર્ટને મજબૂત બનાવે છે, પરંતુ વજનને પણ કંટ્રોલ કરે છે અને સ્ટ્રેસ હોર્મોનને ઘટાડે છે. જો તમે દિવસભર ઓફિસમાં બેઠા રહો છો તો દર કલાકે થોડું ચાલવાની ટેવ પાડો.


3. ધૂમ્રપાન અને દારૂથી બચો
ધૂમ્રવાન અને દારૂનું વધુ સેવન હાર્ટની બીમારીનું સૌથી મોટું કારણ છે. તમાકુમાં રહેલ કેમિકલ નસોને નુકસાન પહોંચાડે છે અને તેને કડક બનાવે ચે. દારૂનું સેવન પણ બ્લડ પ્રેશર વધારવા અને હાર્ટને નબળું પાડવાનું કામ કરે છે. નિષ્ણાંતોની સલાહ છે કે આ ત્રણ આદતોને છોડીને હાર્ટને સુરક્ષિત રાખી શકાય છે.


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.