Worst food for diabetes: આજના સમયમાં ડાયાબિટીસથી પીડિત લોકોની સંખ્યા ખુબ વધારે છે. આ એક એવી બીમારી છે જે આજીવન સાથ નિભાવે છે અને સમય રહેતા કંટ્રોલ ન કરવામાં આવે તો એક ગંભીર સવાસ્થ્ય સમસ્યાનું કારણ બની શકે છે. આ બીમારી સાથે જોડાયેલા ઘણા પાસા છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે ભોજનની આદતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ડોક્ટર ઘણા પ્રકારની દવાઓ અને ડાયટ પ્લાન આપે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ફૂડ ડાયાબિટીસને પ્રોત્સાહન આપે છે? જી, હાં, આજે અમે વાત કરીશું કેટલાક એવા સફેદ ફૂડ્સ વિશે જે ડાયાબિટીસ માટે ખુબ હાનિકારક હોય છે. 


ડાયાબિટીસના દુશ્મન ફૂડ
સફેદ ચોખા

સફેદ ચોખામાં કાર્બોહાઇડ્રેટની માત્રા ખુબ વધુ હોય છે. જ્યારે આપણે સફેદ ચોખા ખાઈએ તો આપણું બ્લડ સુગર લેવલ ઝડપથી વધે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ સફેદ ચોખાથી દૂર રહેવું જોઈએ. તેની જગ્યાએ બ્રાઉન રાઇસ, જુવાર કે બાજરાનું સેવન કરવું જોઈએ.


સફેદ બ્રેડ
સફેદ બ્રેડમાં પણ કાર્બોહાઇડ્રેટની માત્રા વધુ હોય છે. તે બ્લડ સુગર લેવલને ઝડપથી વધારે છે અને ઇંસુલિન રેજિસ્ટેન્સને વધારે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ સફેદ બ્રેડ ખાવાથી બચવું જોઈએ. તેની જગ્યાએ સંપૂર્ણ અનાજ બ્રેડ કે ઓટ્સનું સેવન કરવું જોઈએ.


આ પણ વાંચોઃ આ 5 શાકનો ઉપયોગ કરતા પહેલા પાણીમાં ઉકાળવા જરૂરી, ગંદકી સાફ થશે અને વધી જશે પોષકતત્વો


સફેદ ખાંડ
સફેદ ખાંડમાં કેલેરીની માત્રા ખુબ વધુ હોય છે અને તે બ્લડ સુગર લેવલને ઝડપથી વધારે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ સફેદ ખાંડનું સેવન ન કરવું જોઈએ. તેની જગ્યાએ મધ, ગોળ કે સ્ટેવિયાનો ઉપયોગ કરી શકે છે. 


કઈ રીતે કરશો બચાવ?
ડાયાબિટીસના દર્દીઓએ આ સફેદ ફૂડ્સથી દૂર રહેવું જોઈએ અને હેલ્ધી ઓપ્શન અપનાવવો જોઈએ. ખાંડની જગ્યાએ મધ કે ગોળનો ઉપયોગ કરી શકાય છે. સફેદ બ્રેડની જગ્યાએ આખા અનાજની બ્રેડનું સેવન કરી શકો છો. તો સફેદ ચોખાની જગ્યાએ બ્રાઉન રાઇસનો ઉપયોગ કરી શકો છો.


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.