Exercise Tips Gujarati: આજકાલની રોજિંદી ક્રિયાઓમાંથી લોકોને ફૂરસદ મળતી નથી, જેણા કારણે લોકોને અનેક પ્રકારના ગંભીર રોગ થઈ રહ્યા છે. દરેક વ્યક્તિ ફિટ રહેવા ઈચ્છે છે. તેના માટે પોતાના રૂટીનમાં પણ ફેરફાર કરે છે. હાલમાં જ એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે 76% ભારતીય લોકો જીમનું વાર્ષિક સબ્સ્ક્રિપ્શન લે તો છે પણ જીમ જતા નથી. માત્ર 24% લોકો જ તેમના સબ્સ્ક્રિપ્શનનો પુરેપૂરો લાભ લે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમ આપણે બધા જાણીએ છીએ કે જીમમાં જવું એ સરળ બાબત નથી. આ કરવા માટે ઘણી હિંમતની જરૂર પડે છે. હા, કારણ કે કેટલાક લોકો શરૂઆતના દિવસોમાં ઉત્સાહ સાથે જિમ જાય છે. શરૂઆતના દિવસોમાં લોકોમાં જીમનો ક્રેઝ વધુ હોય છે, પરંતુ સમય જતાં તે ઘટતો જાય છે, જેના કારણે અનેક પડકારોનો સામનો કરવો પડે છે. સ્ત્રી હોય કે પુરુષ, બંનેમાં કંઈક આવું જ જોવા મળે છે.


ભારતની ગણતરી સારા અને શ્રેષ્ઠ દેશોમાં થાય છે. અન્ય દેશોની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકામાં માત્ર 20%, ચીનમાં 19% અને અમેરિકામાં 13% લોકો સબસ્ક્રિપ્શન લીધા પછી જીમ જાય છે. સૌથી ખરાબ હાલત ફ્રાન્સમાં છે, ફ્રાન્સમાં માત્ર 4% લોકો જીમ જાય છે. આવી સ્થિતિમાં જીમ ના જવાના કારણો અને કસરતના ફાયદા વિશે જાણવું જરૂરી છે.


30 મિનિટ ચાલવાના ફાયદા
તમને જણાવી દઈએ કે, 30 મિનિટ ચાલવું ખુબ ઉપયોગી છે. 30 મિનિટ ચાલવાથી ના માત્ર હૃદયને સ્વસ્થ બનાવી શકાય છે પણ સ્ટ્રોકનું જોખમ પણ ઘટાડી શકાય છે. તમને જણાવી દઈએ કે ચાલવાથી વજનને નિયંત્રિત કરી શકાય છે. 30 મિનિટ ચાલવાથી બ્લડ સર્ક્યુલેશન સુધારી શકાય છે અને સ્નાયુઓમાં ઓક્સિજન પહોંચાડી શકાય છે. 30 મિનિટ ચાલવાથી વ્યક્તિ સ્ફૂર્તિ અનુભવી શકે છે. 30 મિનિટ ચાલવાથી યાદશક્તિ સુધારી શકાય છે.


જીમ ના જવાના કારણ
સમય ઓછો હોવના કારણે લોકો જીમ નથી જઈ શક્તા. 40% લોકોએ આ કારણ આપીને વાત પૂરી કરી નાખી. જ્યારે કેટલાક લોકોમાં કોન્ફિડન્સનો અભાવ જોવા મળ્યો. અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર, અઠવાડિયામાં 5 દિવસ 30 મિનિટ ચાલવાથી તમે ફિટ અને સ્વસ્થ રહી શકો છો. ડૉક્ટર્સ પણ સહમત છે કે ચાલવાથી ફિટ રહી શકાય છે. વૉક કોઈ પણ ઉંમરે કરી શકાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube