Eye Care: હાલમાં મોટાભાગના લોકોને ચશ્મા પહેરેલા તમે જોઈ શકો છો.આંખનું સ્વાસ્થ્ય સારું રાખવું પણ ખૂબ જ જરૂરી છે. જો આંખોમાં કોઈ સમસ્યા હોય તો વ્યક્તિ માનસિક રીતે પરેશાન થવા લાગે છે. જો તમે તમારી આંખોને તેજ રાખવા માંગતા હોવ તો તમે આયુર્વેદિક સારવાર પર પણ ભરોસો કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંખ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમારા માટે આ સૌથી મોટી મુશ્કેલીરૂપ બની જાય છે. ખાસ કરીને જો આંખોની રોશની ઓછી થઈ રહી હોય તો વ્યક્તિ પર તેની ઘણી અસર જોવા મળે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો આંખની આ સમસ્યા વધતી જ જાય છે. એક સમય એવો આવે છે જ્યારે વ્યક્તિને દેખાવાનું બંધ થઈ જાય છે. જો તમે પણ આંખ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો કેટલાક આયુર્વેદિક ઉપાયો દ્વારા તેને ઠીક કરી શકાય છે.


આ પણ વાંચો: Curry leaves Benefits:રોજ સવારે ખાલી આ રીતે મીઠો લીમડો ખાવાથી ઉતરશે આંખના નંબર


ત્રાટક


જો તમારી આંખોની રોશની નબળી થઈ ગઈ હોય તો તમે ત્રાટક ટેકનિકની મદદ લઈ શકો છો. ત્રાટક એ એક પ્રકારની મેડિટેશન પ્રેક્ટિસ છે જે મીણબત્તી અથવા દીવાની જ્યોત પર ધ્યાન લગાવીને કરવામાં આવે છે. ત્રાટકથી ફક્ત તમારું ફોકસ જ સુધરતું નથી, પરંતુ તે આંખો માટે પણ ફાયદાકારક છે.


નેત્રધૌતિ


નેત્રધૌતિ આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. નેત્ર ધૌતિ એ આંખોને સાફ કરવાની આયુર્વેદિક ટેકનિક છે જેમાં આંખો ખોલીને સ્વચ્છ પાણીથી ધોવાની હોય છે. આ ટેક્નિક તમારી આંખોમાંથી ગંદકીને સંપૂર્ણપણે સાફ કરે છે.


આ પણ વાંચો: Health Tips: શિયાળામાં જો રોજ 100 ગ્રામ લીલા ચણા પણ ખાશો તો શરીરને થશે આ 5 ફાયદા


નેત્ર તર્પણ


નેત્ર તર્પણ પણ આંખો માટે ખૂબ જ ફાયદાકારક કહેવાય છે. આ એક પ્રકારની આયુર્વેદિક સારવાર છે, જેમાં ઔષધીય ઘીને આંખોમાં નાખવામાં આવે છે. નેત્ર તર્પણ કરતી વખતે આંખો બરાબર ખુલ્લી રાખવી જોઈએ. આંખના તર્પણથી આંખોની રોશની મજબૂત થાય છે.


ત્રિફળા


ત્રિફળાને આયુર્વેદિક ઔષધિ કહેવામાં આવે છે, જે આંખોને અનેક રીતે લાભ આપે છે. જો તમને સારા પરિણામ જોઈએ છે તો ત્રિફળા પાવડરને પાણીમાં મિક્સ કરો અને તમારી આંખોને સારી રીતે ધોઈ લો. આયુર્વેદિક નિષ્ણાતોના મતે, ત્રિફળા પાણીથી તમારી આંખો ધોવાથી તમારી દ્રષ્ટિ મજબૂત થશે. આ સાથે આંખો પર દબાણમાં પણ ઘટાડો થાય છે.


આ પણ વાંચો: Health Tips: આ કામ કરી લેશો તો 24 કલાક કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)