Protein Rich Food: દરેક વ્યક્તિ જાણે છે કે શરીરને સશક્ત રાખવા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી પોષકતત્વ છે. જો કે પ્રોટીનને લઈને લોકોના મનમાં ગેરમાન્યતા હોય છે કે પ્રોટીન માત્ર નોનવેજ ફુડમાંથી જ મળે છે. પરંતુ આ વાત સંપૂર્ણ સાચી નથી. જે લોકો માંસાહાર નથી કરતાં તેમના માટે પણ પ્રોટીનયુક્ત આહાર છે. આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જેમાં નોનવેજ કરતાં પણ વધારે પ્રોટીન હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે છે આ વસ્તુઓ, ખાતા હોય તો તુરંત કરી દો બંધ


Makka Roti Benefits: બીપીવાળાને થશે ફાયદો, આ દેશી રોટલો ખાશો તો કદી નહીં આવે ખાટલો


Muskmelon Seeds: આ બીજનો મુખવાસ તરીકે કરશો તો રહેશો સ્ટ્રેસ ફ્રી, શરીર રહેશે નિરોગી


ટોફુ


સોયાબીનમાં સૌથી વધુ પ્રોટીન હોય છે. જે શરીરને સશક્ત બનાવવામાં મદદ કરે છે. જો તમારે શરીરને મજબૂત બનાવવું હોય તો સોયાબીનમાંથી બનેલા ટોફુનું સેવન શરૂ કરો. આ સિવાય તમે સોયા મિલ્ક પણ પી શકો છો. તેમાં પણ પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. 
 
દાળ અને કઠોળ


દાળ અને કઠોળ શાકાહારી લોકો માટે પ્રોટીનનો ઉત્તમ સોર્સ છે.  જો તમે શાકાહારી છો તો તમારે દૈનિક આહારમાં દાળ અને કઠોળનું સેવન કરવું જોઈએ. તેનું સેવન કરવાથી પ્રોટીનની ઉણપ દૂર થાય છે અને શરીર મજબૂત બને છે.


ચિયા સીડ્સ


જો તમે શાકાહારી છો અને તમારામાં પ્રોટીનની ઊણપ છે તો રોજ ચિયા સીડ્સનું સેવન કરો. ચિયા સીડ્સ ફાઈબર અને ઓમેગા-3 થી ભરપૂર હોય છે. એક ચમચી ચિયા સીડ્સમાં લગભગ 3 ગ્રામ પ્રોટીન હોય છે. 


બટેટા


બટેટાનો ઉપયોગ આજ સુધી તમે ઘણીવાર કર્યો હશે શું તમે જાણો છો કે બટાકાનું સેવન કરવાથી તમારા શરીરમાં પ્રોટીનની ઉણપ દૂર થાય છે ? બટેટામાં પ્રોટીન, પોટેશિયમ અને વિટામિન સી હોય છે.
 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)